ગોંડલ તાલુકામાં મોવિયા અને શ્રીનાથગઢ ગામ વચ્ચે કાર અને ટ્રકની ટક્કરમાં જૂનાગઢના એક પરિવારના 6 સભ્યો ઈજાગ્રસ્ત થયા. ઈજાગ્રસ્તોમાં 2 માસની બાળકી પણ છે. અકસ્માત પછી ટ્રક ચાલક વાહન સ્થળે મૂકીને ભાગી ગયો હતો.પરિવાર કારમાં વાસાવડથી ગોંડલ તરફ જઈ રહ્યો હતો. આ દરમિયાન સામેથી આવતા ટ્રક સાથે કાર અથડાઈ હતી.
કારમાં સવાર તમામને ઈજા થઈ હતી.અકસ્મતને પગલે રસ્તા પર વાહનોની લાંબી કતારો લાગી હતી. જાણ થતાં 112 પોલીસની ટીમ સ્થળે પહોંચી અને વાહનોને રસ્તા પરથી ખસેડીને ટ્રાફિક ચાલુ કરાવ્યો.

108 એમ્બ્યુલન્સથી વિજયભાઈ લલિતભાઈ ટાંક (ઉં.વ. 33), પ્રિયાબેન વિજયભાઈ ટાંક (ઉં.વ. 23), આર્વી વિજયભાઈ ટાંક (ઉં.વ. 2 માસ), સંગીતાબેન અશોકભાઈ કાચા (ઉં.વ. 40), જિયાશી મનોજભાઈ ગોહિલ (ઉં.વ. 8) અને જિયાન પ્રવીણભાઈ ટાંક (ઉં.વ. 8)ને ગોંડલ સિવિલ હોસ્પિટલ લઈ જવાયા.

