Gujarat

અકસ્માતમાં મૃત્યુ પામેલા ખાતેદારના વારસદારને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના સહાય

માણાવદરની દિવાનપરા સ્થિત સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) શાખાએ અકસ્માતમાં મૃત્યુ પામેલી ખાતેદારના વારસદારને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના હેઠળ ₹2 લાખની સહાય મંજૂર કરી છે. આ રકમ વારસદારના બેંક ખાતામાં જમા કરવામાં આવી છે.

બેંકની વિગતો મુજબ, શાંતાબેન હીરાભાઈ ડોડિયા આ શાખાનાં ખાતેદાર હતાં. તેમણે વાર્ષિક ₹20ના પ્રીમિયમવાળી યોજનામાં વીમો લીધો હતો. 19 જુલાઈ, 2026ના રોજ અકસ્માતમાં તેમનું મૃત્યુ થયું હતું.

ત્યારબાદ બેંકે જરૂરી કાર્યવાહી કરી તેમના વારસદાર પ્રકાશભાઈ ડોડિયાનો ₹2 લાખનો વીમા ક્લેઇમ મંજૂર કરાવ્યો હતો. વીમાની સંપૂર્ણ રકમ તેમના ખાતામાં જમા કરવામાં આવી છે. દિવાનપરા SBI શાખાના બ્રાન્ચ મેનેજર ચંદનકુમાર સાહુએ લોકોને સરકારી બેંકો મારફતે ચાલતી વીમા યોજનાઓનો લાભ લેવા અપીલ કરી હતી.