સોલામાં રહેતી 29 વર્ષીય ડોક્ટર યુવતીએ તેના અમેરિકન સિટીઝન પતિ અને થલતેજ સ્થિત સસરા વિરુદ્ધ માનસિક ત્રાસ અને નાણાંની માંગણી કરવા બદલ બોડકદેવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પિયરમાંથી પૈસા લાવવાની ના પાડતા પતિએ સાથે રહેવાનું બંધ કરી દીધું હતું અને ત્યારબાદ સાસરીમાં પતિ સાથે અજાણી યુવતી જોવા મળતા થયેલા ઝઘડામાં તેને ધક્કા મારી કાઢી મૂકવામાં આવી હતી.
લગ્ન બાદ વિદેશ ગયેલા પતિ અને સસરા સામે ત્રાસનો આક્ષેપ મૂળ જયપુરની અને સોલામાં રહેતી 29 વર્ષીય ડોક્ટર યુવતીએ બોડકદેવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, વર્ષ 2014માં ઉદયપુરમાં એમબીબીએસના અભ્યાસ દરમિયાન થયેલા પ્રેમ બાદ 23 જૂન, 2020ના રોજ અમદાવાદના યુવક સાથે લગ્ન થયા હતા.
લગ્નના 1 અઠવાડિયા બાદ પતિ અમેરિકા જતો રહેતા થલતેજ સ્થિત સાસરીમાં સસરાએ ઘરકામ મુદ્દે ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. 2022માં અમેરિકા અને 2023માં અમદાવાદના રોકાણ દરમિયાન પણ સસરા સાસુને ચઢામણી કરતા અને પતિ પિતાનો પક્ષ લઈ યુવતીને ઠપકો આપતો હતો.
અજાણી યુવતી મુદ્દે તકરાર થતા કાઢી મૂકતા ફરિયાદ વર્ષ 2025માં પતિ કાયમી અમદાવાદ આવી સોલામાં ભાડાના મકાનમાં રહ્યો હતો, પરંતુ નવું મકાન ખરીદવા પિયરમાંથી નાણાં લાવવાની ના પાડતા તેણે ભાડું ચૂકવવાનું અને સાથે રહેવાનું બંધ કર્યું હતું. 15 જૂન, 2026ની આસપાસ રાત્રે થલતેજ સાસરીમાં અજાણી યુવતી જોવા મળતા ઝઘડા બાદ કાઢી મૂકાઈ હતી અને સમાધાન નિષ્ફળ જતા અંતે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

