બોરકંડામાં પ્રાથમિક શાળાની બાજુમાં બાળકો માટે લાઇબ્રેરીના મકાનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ પ્રસંગે ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા સહિતના લોકો હાજર રહ્યા.આ પ્રાથમિક શાળાએ રાજ્યકક્ષાએ પ્રથમ સ્થાન મેળવ્યું છે. શાળાનું સંચાલન આચાર્ય કરે છે. અહીં તાલુકાકક્ષાનું ધ્વજવંદન પણ યોજાયું હતું.

કાર્યક્રમમાં જિલ્લા સદસ્ય હેતલબેન રાઠવા, સરપંચ બંદરાભાઈ ચતુરભાઈ અને તાલુકા સદસ્ય સમતીબેન ગુલસીંગભાઈ રાઠવા પણ હાજર રહ્યાં. ગામના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ચકાસીએ આભાર વ્યક્ત કર્યો હતો.

