Gujarat

સાધુના વેશમાં બે ગઠિયા વકીલની સોનાની બે વીંટી લઈ ફરાર

અમદાવાદના રામોલ વિસ્તારમાં સાધુ અને અઘોરીના વેશમાં આવેલી ઠગ ટોળકીએ એક વકીલને દુઃખ દૂર કરવાની વાતોમાં ફસાવી બે સોનાની વીંટી પડાવી ફરાર થઇ ગયા હતા. જેમાં સરનામું પૂછવાના બહાને ઉભા રાખ્યા હતા. આ અંગે રામોલ પોલીસે ગુનો નોંધીને એક આરોપીની ધરપકડ કરી લીધી છે.

કારમાંથી હાથ બતાવીને ઉભો રાખ્યો ​વસ્ત્રાલમાં રહેતા 56 વર્ષીય અનિલકુમાર ત્રિપાઠી વકીલાત કરે છે. ગત 16 ઓક્ટોબરે રાત્રે એક્ટિવા પર ભાણેજને માધવ સોસાયટી ખાતે મૂકવા જઈ રહ્યા હતા. તેઓ રામોલ-વસ્ત્રાલ અબજીબાપા એન્કલેવ સામે અમૃતમ ક્લિનિક પાસે પહોંચ્યા ત્યારે પાછળથી એક કાર આવી હતી.

કારમાં ડ્રાઈવર સીટની બાજુમાં બેઠેલા શખ્સે હાથ બતાવી એક્ટિવા ઊભું રખાવ્યું હતું. કારમાં ડ્રાઈવર સીટની બાજુમાં સાધુ બાવાના વેશમાં એક શખ્સ બેઠો હતો, જ્યારે કાર ચલાવનાર શખ્સ અઘોરીના વેશમાં હતો. બંનેએ નજીકમાં મંદિર કે આશ્રમ અંગે પૂછપરછ કરી હતી.

‘તારા દુઃખ દૂર કરવા ધન આપું કે દુઆ’ વકીલે નજીકમાં કોઈ મંદિર કે આશ્રમ ન હોવાનું જણાવતા સાધુ બાવાએ ‘તારા દુઃખ દૂર કરવા ધન આપું કે દુઆ’ તેમ કહી વિશ્વાસ કેળવ્યો હતો. ધાર્મિક વાતો અને આશીર્વાદ બાદ સાધુ બાવાએ દુઃખ કાઢવાના બહાને થપ્પડ મારવા, શર્ટ ફાડવા અને બાદમાં મોબાઈલ ફોન માંગ્યો હતો. જેથી વકીલે મોબાઈલ આપ્યા બાદ તે પરત કરી દીધો હતો.