Gujarat

ખેડબ્રહ્માની ઉત્તર બુનિયાદી આશ્રમશાળામાં મંત્રીએ વિદ્યાર્થીઓ સાથે ભોજન લીધું

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાની ઉત્તર બુનિયાદી આશ્રમશાળામાં રાજ્યકક્ષાના મંત્રી કૌશિકભાઈ વેકરિયાએ વિદ્યાર્થીઓ સાથે ભોજન લીધું. તેમણે વિદ્યાર્થીઓ સાથે વાત કરીને અભ્યાસ અને શાળાની સુવિધાઓ વિશે જાણ્યું.

કાયદા અને ન્યાય તેમજ ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી વેકરિયા વિદ્યાર્થીઓ સાથે એક જ પંક્તિમાં બેઠા હતા. તેમણે શાળાની શૈક્ષણિક સુવિધાઓ, રહેવા-જમવાની વ્યવસ્થા અને અભ્યાસ દરમિયાન આવતી મુશ્કેલીઓ વિશે પૂછ્યું.

મુલાકાત દરમિયાન પૂર્વ સાંસદ રમીલાબેન બારા, અગ્રણી કનુભાઈ પટેલ, કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુ, જિલ્લા વિકાસ અધિકારી એચ.પી. પટેલ અને જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ સહિતના લોકો હાજર રહ્યા હતા.

ખેડબ્રહ્મામાં મંત્રી વેકરિયાએ ભગવાન બ્રહ્માજીના પ્રાચીન મંદિરમાં દર્શન પણ કર્યાં. તેમણે સૌના સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી.