નવીદિલ્હી
ચીનના આ કાયદાને પૂર્વ લદ્દાખમાં તેના નાપાક પગલાને કાનૂની દરજ્જાે આપવાના પ્રયાસ તરીકે જાેવામાં આવ્યો હતો. આ કાયદો જણાવે છે કે ચીનની સિવિલ અને મિલિટરી એજન્સીઓએ ચીનના વિસ્તારને ‘રક્ષણ’ કરવા માટે પગલાં લેવા જાેઈએ. વિવાદિત વિસ્તારોમાં પોતાની પકડ મજબૂત કરવાની યોજનાને પણ સઘન બનાવવી. તેમાં સરહદી ગામો અને નાગરિક વસાહતોની સ્થાપનાનો પણ સમાવેશ થાય છે. ચીનના આ નવા નામનો નકશો હવે સરકારમાં ઉપયોગમાં લેવાશે. ભારત અને ચીન સરહદ ૩૪૮૮ કિલોમીટર લાંબી ન્છઝ્ર પર શેર કરે છે જેને લઇ બંનેની વચ્ચે વિવાદ છે. ગ્લોબલ ટાઇમ્સના સમાચાર પ્રમાણે ચીને જે આઠ જગ્યાઓના નામને પ્રમાણિત કર્યા છે તેમાં શન્નાન વિસ્તારના કોના કાઉન્ટીમાં સેંગકેજાેંગ અને દાગલુંગજાેંગ, ન્યિંગચીના મેડોગ કાઉન્ડીમાં મનીગાંગ, ડુડિંગ અને મિગપેન, ન્યિંગચીના જાયૂ કાઉન્ટીના ગોલિંગ, ડાંગા અને શન્નાન પ્રીફેક્ટરના લુંજે કાઉન્ટીનું મેજાગ સામેલ છે. તેમાં કહ્યું છે કે ચાર પહાડ વામોરી, ડેઉ રી લુંઝુબ રી અને કુનમિંગશિંગજે ફેંગ છે. જે બે નદીઓના નામ પ્રમાણિત કરાયા છે તે શેન્યોગમો હી અને ડુલૈન હી છે તથા કોના કાઉન્ટીના પહાડી પાસના નામથી લાવવામાં આવ્યા છે. સમાચારમાં બેઇજીંગના ચીન તિબેટ વિજ્ઞાન અનુસંધાન કેન્દ્રના નિષ્ણાત કહેવાતા લિયાન શિંગમિલને ઉદ્ઘત કરતાં દાવો કરાયો કે આ જાહેરાત સેંકડો વર્ષોથી અસ્તિત્વ ધરાવતી જગ્યાઓના નામના રાષ્ટ્રીય સર્વેનો ભાગ છે. તેમણે કહ્યું કે આ એક કાયદેસરનું પગલું છે અને તેને પ્રમાણિત નામ આપવા ચીનના સંપ્રભુતા છે. આવનારા સમયમાં આ વિસ્તારની બીજી જગ્યાઓના નામોને પ્રમાણિત કરી જાહેરાત કરાશે.લદ્દાખમાં આંખો દેખાડી રહેલા ચીની ડ્રેગને ફરી એકવખત પૂર્વોત્તર વિસ્તારમાં ભારતની સામે એક નાપાક ચાલ ચલી છે. ચીને અરૂણાચલ પ્રદેશમાં બીજા ૧૫ સ્થળો માટે ચીની અક્ષરો, તિબેટ, અને રોમન વર્ણમાલાના નામોની જાહેરાત કતરી છે. આ નામોનો ઉપયોગ હવે ચીનના સત્તાવાર નકશામાં કરાશે. નિષ્ણાતોના મતે ચીનનું આ તાજેતરનું પગલું ભારતીય વિસ્તાર પર તેના દાવાને વધુ પ્રબળ બનાવી રહ્યો છે. આ જ કારણ છે કે ભારતે ચીનના આ પગલાંની આકરી ટીકા કરી છે અને કહ્યું કે ચીને નામ બદલવાથી તથ્ય બદલાશે નહીં. અરૂણાચલ પ્રદેશ ભારતનું અભિન્ન અંગ છે. ચીનના નકશામાં અરૂણાચલ પ્રદેશનું નામ ‘જાંગનાન’ કે ‘દક્ષિણ તિબેટ’ તરીકે દર્શાવાય છે અને ૨૦૧૭ની સાલમાં ડ્રેગને ત્યાંની જગ્યાઓ માટે ૬ સત્તાવાર નામ બતાવ્યા હતા. ધ હિન્દુના રિપોર્ટ પ્રમાણે અત્યારે તિબેટીઓના આધ્યાત્મિક ગુરકૂ દલાઇ લામાએ અરૂણાચલ પ્રદેશનો પ્રવાસ કર્યો હતો અને તેના જવાબમાં ચીને અરૂણાચલની ૬ જગ્યા માટે ચીની નામ રાખ્યા હતા. અરુણાચલ પ્રદેશનું ચાઈનીઝ નામ જાંગનાન, ચાઈનીઝ અક્ષરો, તિબેટીયન અને રોમન મૂળાક્ષરોમાં ૧૫ જગ્યાના નામોને પ્રમાણિત કર્યા છે. ગ્લોબલ ટાઈમ્સના મતે આ ચીની કેબિનેટ ‘સ્ટેટ કાઉન્સિલ’ દ્વારા રજૂ કરાયેલા ભૌગોલિક નામો પરના નિયમો અનુસાર છે. ૧૫ સ્થળોના અધિકૃત નામ જેને ચોક્કસ રેખાંશ અને અક્ષાંશ આપવામાં આવ્યા છે તેમાં આઠ રહેણાંક સ્થળો, ચાર પર્વતો, બે નદીઓ અને એક પર્વતીય પાસનો સમાવેશ થાય છે. ચીને આ પગલું એવા સમયે ઉઠાવ્યું છે જ્યારે તેનો નવો સીમા કાયદો નવા વર્ષથી લાગુ થવા જઈ રહ્યો છે. ભારતે ઓક્ટોબર મહિનામાં જ ચીનના આ નવા સરહદી કાયદાનો જાેરદાર વિરોધ કર્યો હતો. ભારતે કહ્યું છે કે ચીનનો આ એકપક્ષીય ર્નિણય અમારા માટે ચિંતાનો વિષય છે, જેની અસર અમારી બોર્ડર મેનેજમેન્ટની વર્તમાન દ્વિપક્ષીય વ્યવસ્થા પર પડી શકે છે. આ નવા સરહદ કાયદાનો પ્રસ્તાવ આ વર્ષે માર્ચમાં આવ્યો હતો અને તે જ સમયે લદ્દાખમાં બંને દેશો વચ્ચે તણાવ વધી ગયો છે.


