નવીદિલ્હી
કોરોના સંકટ વચ્ચે પણ નવા વર્ષને આવકારવાનો ઉત્સાહ ઓછો થયો નથી. નવા વર્ષની પૂર્વ સંધ્યાએ મુંબઈ બાંદ્રા વર્લી સી લિંક ખાતે લાઈટ એન્ડ લેસર શો યોજાયો હતો. નવા વર્ષને આવકારવા માટે ભારતમાં જાેરદાર તૈયારીઓ કરવામાં આવી છે. મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસને સુંદર રીતે શણગારવામાં આવ્યું છે. ન્યુઝીલેન્ડ બાદ ઓસ્ટ્રેલિયામાં પણ નવા વર્ષનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. ઓસ્ટ્રેલિયાના વિશ્વ પ્રસિદ્ધ સિડની હાર્બરે ફટાકડા ફોડીને નવા વર્ષનું સ્વાગત કર્યું હતું. ઓસ્ટ્રેલિયામાં ભારતીય સમય અનુસાર સાંજે ૬.૩૧ વાગ્યે નવું વર્ષ શરૂ થયું.નવા વર્ષની પૂર્વ સંધ્યાએ નવી દિલ્હીની મહત્વની ઈમારતોમાં ભવ્ય શણગાર કરવામાં આવ્યો છે. સંસદ ભવન સિવાય નોર્થ બ્લોક અને સાઉથ બ્લોકને પણ શાનદાર રીતે સજાવવામાં આવ્યા છે. નવું વર્ષ કોરોના કટોકટી અને ઓમિક્રોન વેરિઅન્ટ વચ્ચે શરૂ થયું છે. ગયા વર્ષની જેમ આ વખતે પણ નવા વર્ષની શરૂઆત કોરોના ગાઈડલાઈન્સ વચ્ચે થઈ છે. નવા વર્ષને ધ્યાનમાં રાખીને દેશના મોટાભાગના રાજ્યોમાં નાઈટ કર્ફ્યુથી લઈને વિવિધ પ્રકારની કોરોના માર્ગદર્શિકા જારી કરવામાં આવી હતી. રાષ્ટ્રપતિ કોવિંદે દેશવાસીઓને નવા વર્ષની શુભેચ્છા પાઠવી છે. પશ્ચિમ બંગાળમાં લોકોએ ઉત્સાહ સાથે નવા વર્ષની ઉજવણી કરી. કોલકાતામાં પાર્ક સ્ટ્રીટ પર લોકોએ ભવ્ય રોશનીનો આનંદ માણ્યો હતો. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે નવા વર્ષ ૨૦૨૨ની પૂર્વ સંધ્યાએ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. એક સંદેશમાં, રાષ્ટ્રપતિએ કહ્યું, “નવા વર્ષ ૨૦૨૨ ના અવસર પર, હું દેશ અને વિદેશમાં રહેતા તમામ ભારતીયોને હાર્દિક શુભેચ્છાઓ અને શુભકામનાઓ આપું છું.” તેમણે કહ્યું, “નવા વર્ષની નવી સવાર આપણા જીવનમાં શાંતિ, સમૃદ્ધિ અને બંધુત્વની ભાવનાનો સંચાર કરે. આવો આપણે આપણા સમાજ અને દેશની પ્રગતિ માટે નવા સંકલ્પ સાથે આગળ વધીએ. નવું વર્ષ-૨૦૨૨ તમારા જીવનમાં ઘણી બધી ખુશીઓ અને સારા સ્વાસ્થ્યની સાથે સફળતા અને સમૃદ્ધિ લઈને આવે.” મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં વર્ષની અંતિમ સંધ્યાએ લોકોએ લેક વ્યૂની મુલાકાત લઈને મજા માણી હતી. હવે લોકો નવા વર્ષની રાહ જાેઈ રહ્યા છે.
