ઉતરપ્રદેશ
વર્ષ ૨૦૦૨માં યોગી આદિત્યનાથે હિન્દુ યુવા વાહિનીની રચના કરી હતી. આ સંગઠનનો હેતુ રાષ્ટ્ર વિરોધી ગતિવિધિઓને રોકવાનો હતો. નોંધનિય છે કે, ૨૦૦૭માં યોગી આદિત્યનાથને ૧૧ દિવસ જેલમાં પણ રહેવું પડ્યું હતું. ગોરખપુર સહિત પૂર્વાંચલમાં હિન્દુ યુવા વાહિનીનું ઘણું વર્ચસ્વ છે. હિન્દુ યુવા વાહિનીના અધ્યક્ષ સુનિલ સિંહ અને તેમની સાથે સૌરભ વિશ્વકર્મા, ચંદન વિશ્વકર્માએ હિન્દુ યુવા વાહિની સાથે ૧૫ વર્ષ સુધી હિન્દુત્વનો ઝંડો લહેરાવ્યો હતો. જાેકે, ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં ટિકિટની વહેંચણી દરમિયાન યોગી આદિત્યનાથ સાથે મતભેદો સર્જાયા હતા. આ પછી તેને સંગઠનમાંથી કાઢી મુકવામાં આવ્યા. હવે ત્રણેય સપામાં સામેલ થઈ ગયા છે. તો બીજી તરફ હિન્દુ યુવા વાહિનીના પૂર્વ પદાધિકારીઓના જણાવ્યા અનુસાર, ૨૦૧૭માં યોગી આદિત્યનાથ સીએમ બન્યા ત્યારથી પદાધિકારીઓ અને કાર્યકરોની અવગણના કરવામાં આવી હતી. વારંવાર ઉપેક્ષાને કારણે જિલ્લા એકમનું વિસર્જન થયું. આ કારણે તમામ કાર્યકરો અને સભ્યો અલગ થઈ ગયા અને સમાજવાદી પાર્ટીમાં જવા લાગ્યા. આ ઉપરાંત ૨૦૧૮માં પૂર્વીય ઉત્તર પ્રદેશ બલરામપુર, મઉ, આઝમગઢ એકમોનું વિસર્જન કરવામાં આવ્યું. જ્યારે સંગઠનની આ વિસ્તારોમાં ખૂબ જ મજબૂત પકડ માનવામાં આવતી હતી. એવું માનવામાં આવે છે કે હિન્દુ યુવા વાહિનીનું વિસર્જન આરએસએસ(ઇજીજી)ના નિર્દેશ પર કરવામાં આવ્યું. વાસ્તવમાં યોગી આદિત્યનાથના મુખ્યમંત્રી બન્યા બાદ તેના વિસ્તરણ અને પ્રચારને રોકવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. એક હિંદુ સંગઠન તરીકે શિવસેના એક રાજકીય પક્ષ તરીકે ભાજપ માટે પહેલેથી જ પડકાર બનેલ છે, આવી સ્થિતિમાં બીજી યુવા વાહિની ઊભી કરવી એ ભાજપ માટે મુશ્કેલી બની જશે.ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીને આડે હવે થોડા મહિના જ બાકી છે. યોગી આદિત્યનાથે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી તરીકે લગભગ ૫ વર્ષ પૂર્ણ કરી ચૂક્યા છે. ભાજપે તેમને ફરી એકવાર સીએમનો ચહેરો બનાવ્યા છે. યોગી આદિત્યનાથનું કદ ભલે વધ્યું હોય, પરંતુ તેમની હિન્દુ યુવા વાહિની, જે એક સમયે હિન્દુત્વના મુદ્દે જાણીતી હતી, તે હવે અસ્તિત્વ માટે લડી રહી છે. તેના મોટા ભાગના કાર્યકરો અને પદાધિકારીઓ સપામાં ચાલ્યા ગયા છે, તેથી હિન્દુ યુવા વાહિનીનું ધ્યાન રાખવા માટે કોઈ બચ્યું નથી.


