મુંબઈ
અભિનેત્રી સોનાલી બેન્દ્રે પોતાનો ૪૭મો જન્મદિવસ ઉજવી રહી છે. અભિનેત્રીનો જન્મ ૧ જાન્યુઆરી ૧૯૭૫ના રોજ મુંબઈમાં થયો હતો. તેણે ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું અને પોતાની માસૂમિયતથી બધાના દિલ જીતી લીધા. સોનાલીએ વર્ષ ૧૯૯૪માં ફિલ્મ ‘આગ’થી પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં સોનાલી સાથે સુપરસ્ટાર ગોવિંદા જાેવા મળ્યો હતો.જાે કે આ ફિલ્મ ચાલી નહીં. આવો અમે તમને સોનાલીના જન્મદિવસ પર તેની સાથે જાેડાયેલી કેટલીક રસપ્રદ વાતો જણાવીએ. ૧૯૯૬માં સોનાલીની ફિલ્મ દિલજલે આવી જેમાં સોનાલીના અભિનયને લોકોએ ખુબ જ પસંદ કર્યો. તે પછી સલમાન ખાન સાથે હમ સાથ સાથ હૈ ફિલ્મ કરી. આ ફિલ્મ એક બાજુ ખુશીનું કારણ બની તો બીજી બાજુ દુઃખનું કારણ પણ બની.ફિલ્મ હમ સાથ સાથ હૈના શૂટિંગ દરમિયાન એક ઘટના બની જે બાદ સોનાલી મુસીબતમાં ફસાઈ અને તેની સામે કેસ થયો હતો. ૧૯૯૭ની સુપરહિટ ફિલ્મ ‘ભાઈ’માં સુનીલ શેટ્ટી અને સોનાલી લીડ રોલમાં હતા. આ ફિલ્મના શૂટિંગ દરમિયાન બંને ખૂબ જ નજીક આવી ગયા હતા, પરંતુ સેટ પરના કેટલાક લોકોને જ આ વાતની જાણ હતી. ટૂંક સમયમાં જ સોનાલીએ સુનીલને લગ્ન માટે પ્રપોઝ કર્યું અને સુનીલે તેનો સ્વીકાર કર્યો. બોલિવૂડમાં બંનેના લગ્નની વાતો ચાલી રહી હતી પરંતુ બંને લગ્ન કરી શક્યા નહીં. સોનાલીનું નામ મશહુર રાજનેતા રાજઠાકરે જાેડાયું હતું. રાજ ઠાકરે પણ સોનાલીને પ્રેમ કરતા હતા. જયારે આ વાત શિવસેના પ્રમુખ બાલ ઠાકરેને ખબર પડી તો તેમણે સ્પષ્ટ શબ્દોમાં સોનાલી સાથે લગ્ન કરવાની ના કહી દીધી. એક સમયે પાકિસ્તાનનો સ્ટાર ક્રિકેટર શોએબ અખ્તર તેના પ્રેમમાં પાગલ થઈ ગયો હતો.શોએબ અખ્તરે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે જાે સોનાલી તેનું પ્રપોઝલ સ્વીકારશે નહીં તો તે તેનું અપહરણ કરી લેશે. સોનાલીએ ૧૨ નવેમ્બર ૨૦૦૨ના રોજ ફિલ્મ નિર્દેશક ગોલ્ડી બહલ સાથે લગ્ન કર્યા હતા. સોનાલી અને ગોલ્ડીની પહેલી મુલાકાત ૧૯૯૪માં એક ફિલ્મના સેટ પર થઈ હતી. સોનાલીએ પહેલા તો ગોલ્ડી બહલની પ્રપોઝલને નકારી દીધી. પરંતુ થોડા દિવસો પછી સોનાલીને લાગ્યું કે ગોલ્ડી ખૂબ જ કેરિંગ છે અને તેનું ખૂબ ધ્યાન રાખે છે. ૧૯૯૮માં એક પાર્ટી દરમિયાન તેણે સોનાલીને ઘૂંટણિયે બેસીને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. ગોલ્ડી બહલ અને સોનાલીએ ૪ વર્ષ સુધી ડેટિંગ કર્યા બાદ લગ્ન કર્યા હતા સોનાલીને ૨૦૧૮માં કેન્સર હોવાની ખબર પડી હતી. અભિનેત્રીએ તેના સોશિયલ મીડિયા પર આ માહિતી આપી હતી, મહિનાઓ સુધી વિદેશમાં સારવાર લીધા બાદ અભિનેત્રી સંપૂર્ણપણે સ્વસ્થ છે. તે સોશિયલ મીડિયા પર તેની તસવીરો પોસ્ટ કરે છે અને લોકોને કેન્સર વિશે જાગૃત પણ કરે છે.


