Gujarat

મોરબીના અપમૃત્યુના કેસમાં ૩ વ્યક્તિના મોત

મોરબી
મોરબીના જુના ઘુટુ રોડ ઉપર સનવર્ડ કારખાનાની ઓરડીમાં રહેતા ટિન્કુકુમાર સુલખાન ( ઉ.વ.૨૯ વર્ષ ) નામના યુવાનનો કારખાના સામે આવેલા કુવામાંથી કોહવાઈ ગયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા મોરબી સિટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગ નોંધ કરી બનાવનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી.મોરબીના અપમૃત્યુના ત્રણ બનાવોમાં ત્રણ વ્યક્તિનાં મોત નીપજ્યાં હતાં. જેમાં પ્રથમ બનાવમાં મોરબીના લાલપર ગામની સીમમાં આવેલા રેમ્બો-૨ પ્લાયવુડના કારખાનામાં રમતા-રમતા ચાર વર્ષની માસૂમ બાળકી ભૂંસાના ઢગલામાં પડી જતા મૃત્યુ નીપજ્યું હતું. જાે કે ઘટનામાં માતાપિતાએ અંતિમ વિધિ બાદ પોલીસને જાણ કરતા તાલુકા પોલીસે તપાસ શરૂ કરી છે. સૂત્રો અનુસાર મૂળ મધ્યપ્રદેશના ખટોરા ગામના રહીશ અને હાલમાં લાલપર ગામની સીમમાં આવેલા રેમ્બો -૨ પ્લાયવુડ કારખાનામાં મજૂરી કામ કરતા ચંદનભાઇ સુન્નાભાઇ ભીલની ચાર વર્ષની પુત્રી રમતા રમતા ભૂંસાના ઢગલામાં પડી જતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવમાં બાળકીને લઈ તેના માતા-પિતા લાલપર ગામ પાસે આવેલા શુભમ ક્લિનિક ખાતે સારવાર માટે લઇ જતા ડોક્ટરે સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાનુ જણાવતા રસ્તામાં જ બાળકીનું મૃત્યુ નિપજતાં પોતાની મેળે દફન વિધી કરી નાખી હોવાનું મોરબી તાલુકા પોલીસ મથકમાં જાહેર કરતા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે. અકસ્માતના અન્ય એક બનાવમાં મોરબીના શનાળા રોડ ઉપર સરદાર બાગ પાછળ આદર્શ સોસાયટીમાં રહેતા વસંતભાઇ નાનજીભાઇ રાજપરા ( ઉ.વ.૫૩ વર્ષ ) નામના આધેડે પોતાના ઘરે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી લેતા રાજકોટ ખાતે સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે મોરબી સિટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

Morbi-Taluka-Police-Station.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *