ભુજ
ભૂજ શહેરથી ૧૦ કિલોમીટર દૂર પશ્ચિમ કચ્છ સાથે જાેડતા માર્ગ પર ભુજાેડી રેલવે ફાટક પરનો નિર્માણાધિન ભુજાેડી ઓવરબ્રિજ લાંબા સમયની ઇંતેજારી બાદ આગામી બે માસ અંદર કાર્યવિત થઈ જશે એવું બાંધકમ એજન્સીના પ્રવક્તા ડી.કે. ચૌધરીએ જણાવ્યું હતું. તેમણે આગળ વિગતો આપતા કહ્યું હતું કે દશ વર્ષ પૂર્વે શરૂ કરાયેલું ઓવરબ્રિજનું કાર્ય કોઈ કારણોસર વાલેચા કન્ટ્રક્શન કંપની પાર પાડી ના શકતા ય્જીઇડ્ઢઝ્ર દ્વારા એક વર્ષ પહેલાં અમારી કંપની અજય પ્રોટેક પ્રા. લી.ને પૂર્ણ કરવાની જબદારી સોપાઈ હતી. ૧૩૦૦ મીટર લાંબો ફોર વે ધરાવતા ઓવરબ્રિજનું કાર્ય ગતિ સાથે શરૂ કરવામાં આવ્યું. છેલ્લા છ માસથી આ કાર્ય માટે બમણી તાકાત સાથે પુરજાેશમાં નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. ભચાઉથી ભુજ વાયા દુધઈ માર્ગના ભચાઉ નગર નજીક લોધીડા ફાટક પર રૂ. ૩૫ કરોડના ખર્ચે આકાર પામી રહેલા ઓવરબ્રિજ નિર્માણ કાર્ય માટે ૧૨૫૦ ઝ્રસ્(સ્કેવર મીટર) ઇઈ વોલ બનાવાઈ છે. ૨૧ મિતરની પહોળાઈ ધરાવતા બ્રિજ પર ૧૨૫ હજાર ધન મીટર માટી ઉપીયોગમાં લેવાઈ છે. ૭૫૦ મીટર લંબાઈ વાળા આ બ્રિજની ઊંચાઈ ૧૦ મીટર છે અહીં પણ સવા સો જેટલા કામદારો દિવસ રાત કામ કરી રહ્યા છે. બન્ને બ્રિજ રેલવે લાઇન પર ચાલતા હોવાથી કામને ખૂબ સિફત પૂર્વક પાર પાડવામાં આવી રહ્યું છે. ખાસ કરીને ભચાઉ રેલવે લાઈન પરથી દૈનિક ૧૦૦થી વધુ રેલ ગાડી પસાર થતી હોઈ ઓવરબ્રિજનું નિર્માણ કરવું ખૂબ ચુનોતી પૂર્ણ હતું. ઓવરબ્રિજ કાર્યના ધમધમાટ વિષે કચ્છ ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ નવધણભાઈ વાસણભાઇ આહીર સાથે વાત કરતા તેમણે કહ્યું કે, ખુબજ ઉપયોગી સાબિત થનાર આ બ્રિજના શરૂ થવાથી લોકોના સમય શક્તિનો મોટા પાયે બચાવ થશે. સાથે સાથે કાયમી ટ્રાફિકજામની સમસ્યાથી પણ છુટકારો મળશે. ભુજાેડી માર્ગની વાત કરવામાં આવે તો અહીંથી દૈનિક ૧૫૦૦થી ૨૦૦૦ હજાર જેટલી નાની મોટી ટ્રકો પસાર થાય છે ત્યારે બ્રિજના અભાવે વારંવાર બંધ થતાં રેલવે ફાટકના કારણે ભારે ટ્રાફિક સર્જાય છે ક્યારેક આ સ્થળે કોઈ વાહન ખોટવાઈ જાય ત્યારે વાહનોને કલાકો સુધી કતારોમાં ઉભા રહેવું પડયું છે.


