વડોદરા
વડોદરામાં ૫ દિવસમાં જ કેસો ૬ ગણા વધી ગયા છે. શહેરમાં છેલ્લા ૪૦ દિવસમાં ઓમિક્રોનના ૨૩ દર્દીઓ નોંધાયા છે. જેતલપુર રોડ, નવાપુરા, ભાયલી, સેવાસી, શિયાબાગ, દિવાળીપુરા, સવાદ, ગોત્રી, છાણી, સુભાનપુરા, તાંદળજા, કપૂરાઇ, અકોટા, હરણી, સુદામાપુરી, ફતેપુરા, ગોકુલનગર, માંજલપુર. કોરોનાના ઉત્તર ઝોનમાં ૨૨,પશ્ચિમમાં ૨૬, દક્ષિણમાં ૭ અને પૂર્વ ઝોનમાં ૬ કેસ આવ્યા છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં ૬ કેસ છે. હાલમાં સૌથી વધુ કુલ કેસો પશ્ચિમ ઝોનમાં ૧૨,૨૮૮ અને સૌથી ઓછા પૂર્વ ઝોનમાં ૯,૭૪૨ છે. શહેરમાં કોરોનાના કેસો વધતાં કન્ટેન્ટમેન્ટ ઝોનની સંખ્યા પણ વધી ગઇ છે. શહેરમાં હાલમાં ૧૩૨ કન્ટેન્ટમેન્ટ ઝોન પાલિકા દ્વારા જાહેર કરવામાં આવ્યાં છે. શહેરના જે પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ કેસ આવી રહ્યાં છે, તેમાં ૫૫ કન્ટેન્ટમેન્ટ ઝોન, સાઉથ ઝોનમાં ૨૮, નોર્થઝોનમાં ૨૭, ઇસ્ટ ઝોનમાં ૨૨ છે. આ ઝોનમાં કુલ ૧૩૯૭ ઘરને આવરી લેવામાં આવ્યાં છે જેમાં ૭૦૦૮ લોકોની વસ્તી છે. ઉલ્લેખનીય છે કે, આ ઝોનમાં રહેતા વિદ્યાર્થીઓ પણ ઓફલાઇન શિક્ષણ માટે જઇ શકે નહીં વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના ૭૨,૮૦૧ પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં ૯૭૪૨ પશ્ચિમ ઝોનમાં ૧૨,૨૮૮, ઉત્તર ઝોનમાં ૧૧,૯૫૯, દક્ષિણ ઝોનમાં ૧૧,૯૪૨, વડોદરા ગ્રામ્યમાં ૨૬,૮૩૪ અને ૩૬ કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.વડોદરા મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે છેલ્લા શહેરમાં છેલ્લા ૩૬ કલાકમાં કોરોનાના નવા ૬૭ કેસ નોંધાયા છે. આમ કોરોનાના કેસો વધતા આરોગ્ય વિભાગ ચિંતામાં મુકાઇ ગયું છે. કોરોનાની કુલ કેસની સંખ્યા ૭૨,૮૦૧ ઉપર પહોંચી ગઇ છે અને અત્યાર સુધીમાં કુલ ૭૧,૯૪૨ દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં કુલ ૬૨૩ દર્દીના મોત થયા છે. વડોદરામાં ગત ૩૬ કલાકમાં શહેરના વિવિધ ૧૭ વિસ્તારમાં કોરોનાના ૬૭ કેસ નોંધાયા હતા. જ્યારે ઓમિક્રોનના ૩ નવા કેસ આવ્યાં હતા, આ કેસ પૈકી એક યુવતીને સ્થાનિક સંપર્કથી જ ચેપ ફેલાયો હતો. ગત ૨૪ કલાકમાં ગ્રામ્ય વિસ્તારમાં ભાયલી અને સેવાસીમાં પણ ૬ કેસ નોંધાયા છે. બીજી તરફ કોરોનાના એક્ટિવ કેસોમાં એક જ દિવસમાં ૫૬નો વધારો થયો છે અને એક્ટિવ કેસ વધીને ૨૩૬ થઇ ગયા છે. આ દર્દીઓ પૈકી ૮ને ઓક્સિજન પર અને ૨ને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં છે.