સ્લગ
સેજકપર ગામ માં અખાત્રીજના દિવસે અનોખી રીતે વરસાદનો વર્તારો જોવામાં આવે છે.
સાયલા તાલુકાના સેજકપર ગામે અખાત્રીજના દિવસે વર્ષોથી પરંપરા મુજબ પ્રજાપતિ કુંભાર ભગત દ્વારા તેમના ચાકડા માંથી ચાર નાની કુરડી બનાવવામાં આવે છે. અને એ ચાર કુંરડીના ચોમાસાના ચાર મહિનાના અષાઢ, શ્રાવણ, ભાદરવો, આસો નામ આપવામાં આવે છે. આ ચાર માસની ચાર કુરડીમા ભગવાન શિવજી નું નામ લઈને કુંભાર ભગત ના હસ્તે પાણી ભરવામાં આવે છે.
જે કુરડી જેટલી જલ્દી ઓગળે છે. તે માસમાં વરસાદ સારો આવે છે એવું માનવામાં આવે છે. એવી રીતે વારાફરતી જે માસમાં કુરડી ઓગળે એવુ વરસાદી અનુમાન કરવામાં આવે છે.
આમ અખાત્રીજના દિવસે આ વરસાદ વરતારો જોવા માટે ગામના લોકો આવે છે.
રિપોર્ટર
દિપકસિંહ વાઘેલા
લીંબડી ( સાયલા)
જી. સુરેન્દ્રનગર
મો. ૯૮૨૫૫ ૯૧૩૬૬
મો. ૯૯૨૫૫ ૯૧૩૬૬