Uncategorized

અમરેલી જિલ્લામાં ૨૬ એપ્રિલથી દુકાનો ખુલ્લી રાખવાની માર્ગદર્શિકા જાહેર

અમરેલી જિલ્લામાં ૨૬ એપ્રિલથી દુકાનો ખુલ્લી રાખવાની માર્ગદર્શિકા જાહેર

૫૦ % સ્ટાફ સાથે સામાજિક અંતરના પાલન સાથે અમુક દુકાનોને ખુલ્લી રાખવા મળી મંજૂરી

અમરેલી, તા. ૨૫ એપ્રિલ

હાલ કોરોનાના કારણે સમગ્ર રાજ્યમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. પરંતુ આ સમયમાં આવશ્યક ચીજવસ્તુઓના વેચાણ કેન્દ્રોને મર્યાદિત સમય માટે મંજૂરી આપવામાં આવી છે. ત્યારે આવા વેચાણ કેન્દ્રો પર વધુ ભીડ ન થાય અને કોરોના સંક્રમણનો ભય ના રહે તે માટે સમગ્ર જિલ્લામાં માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે.

જે મુજબ બજાર સંકુલ તેમજ મોલ સિવાય રહેણાંક સંકુલની તમામ દુકાનો ૫૦% કારીગરોની ક્ષમતા સાથે ફરજિયાત માસ્ક તેમજ સામાજિક અંતર સાથે શરૂ રાખવાની સૂચના આપવામાં આવી છે. ઉપરાંત આવશ્યક ચીજવસ્તુઓની હોમ ડિલિવરી માટે કોઈ મુશ્કેલી ના સર્જાય તે માટે દુકાન દીઠ ૧ અને મહત્તમ ૨ કારીગરો સાથે ૨૬ એપ્રિલથી દુકાન ખુલ્લી રાખી શકાશે. શોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળ ન નોંધાયેલી દુકાનો ખુલ્લી રાખી શકાશે નહીં.

ઉપરાંત ઇ-કોમર્સ થી વેચાણ કરતી કંપનીમાં આવશ્યક ચીજવસ્તુઓ સિવાયની વસ્તુઓ, પાન-માવા ની દુકાન, હેર કટીંગ સલૂન, સ્પાની દુકાન ,ચાની લારીઓ, ખાણીપીણીની દુકાનો, હોટલ, રેસ્ટોરન્ટ તેમજ જરૂર જણાયે ઇલાઈદા હુકમ કરી મનાઇ કરવામાં આવી હોય તેવી કોઈપણ દુકાનો ખુલ્લી રાખી શકાશે નહીં.

અગાઉ જે સેવાઓ માટે હુકમ બહાર પાડવામાં આવ્યા હતા તેમજ પાસ ઇશ્યૂ કરવામાં આવ્યા હતા તેઓને આ હુકમ લાગુ પડશે નહીં. તેમજ હુકમ ના આધારે ખોલવામાં આવેલ દુકાનદારોને પાસ મેળવવાના રહેશે નહીં. દરેક દુકાનદાર આ હુકમની નકલ તથા શોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળ નોંધણી પ્રમાણપત્ર સાથે રાખવાનું રહેશે.

દુકાન ખુલ્લી રાખવા માટે સામાજિક અંતર સાથે કેટલીક શરતોનું પાલન કરવાનું રહેશે જેમકે, દુકાન પર આવનાર તમામ વ્યક્તિઓ તથા ગ્રાહકોએ ઘરગથ્થુ માસ્ક નો ઉપયોગ કરવાનો રહેશે, તેમજ સેનેટાઇઝર ની વ્યવસ્થા કરવાની રહેશે અથવા હાથ સાફ કરવા સાબુ અને પાણી ઉપલબ્ધ કરાવવાના રહેશે . દરેક વ્યક્તિ ઓછામાં ઓછી વીસ સેકંડ સુધી સાબુ વડે હાથ સાફ કરે તેની તકેદારી રાખવાની રહેશે.

દુકાન નું સ્થળ ભવિષ્યમાં હૉટસ્પોટ અથવા કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવે તો તાત્કાલિક બંધ કરવાની રહેશે ડિસ્પોઝેબલ માસ્ક પહેરીને પ્રવેશતા વ્યક્તિઓ માસ્ક જ્યા ત્યાં ન ફેંકે તેની કાળજી લેવાની રહેશે તથા તેના નિકાલ માટે વ્યવસ્થા કરવાની રહેશે. એવા તમામ વિસ્તારો કે જ્યાં ગ્રાહકોનો સ્પર્શ વધારે થતો હોય તેને દરરોજ ડીસઇન્ફેક્શન કરવાનું રહેશે. કામગીરીનો સમય સવારના ૯ કલાકથી બપોરના બે કલાક સુધીનો રહેશે. દરેક દુકાનદારોએ આ હુકમની નકલ દુકાન પર દરેક વ્યક્તિ વાંચી શકે તે રીતે ફરજિયાત પણે ચોંટાડવાની રહેશે તેમજ દુકાન પર ગ્રાહકોને અમલવારી કરવા માટે સમજૂત કરવાના રહેશે. દુકાનદારે કોવિડ-૧૯ની સરકાર દ્વારા અપાતી સૂચનાઓનું ચુસ્તપણે અમલ કરવાનો રહેશે.

જિલ્લા માહિતી કચેરી – અમરેલી
રાધિકા વ્યાસ/ સુમિત ગોહિલ

રિપોર્ટ   : રસિક વેગડા (મોટીકુકાવાવ)

જાહેરખબર, અવસાન નોંધ તેમજ પ્રેસનોટ આપવા માટે આપેલ નંબર પર ક્લિક કરો.મો. 9426555756

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *