વિક્રમ સાખટ બ્યુરો અમરેલી
રાજુલા શહેરમા મફતપરા વિસ્તારમાં કંનટાળીયા મહાદેવ મંદિર અખિલ ભારતીય કોળી સમાજ અમરેલી જિલ્લા પ્રમુખ કરણભાઈ બારૈયા ના સહયોગ થી આયુષ્માન ભારત કાર્ડ ઈ શ્રમ કાર્ડ વેક્સિન કાર્ડ ઈ નિર્માણ કાર્ડ ના કેમ્પ આયોજન છેલ્લા બે દિવસથી કેમ્પ સાલી રહ્યો છે ત્યારે રાજુલા મફત પ્લોટ વિસ્તારનાં લોકો દ્વારા અખિલ ભારતીય કોળી સમાજ અમરેલી જીલ્લા પ્રમુખ કરણભાઈ બારૈયા તેમજ રાજુલા સમસ્ત કોળી સમાજ ઓફિસ ના લોકો નો ખૂબ ખૂબ આભાર માન્યો ત્યારે ઓપરેટર ભાવેશભાઈ વાઘેલા અને જનકભાઈ સાંખટ અને સંજયભાઈ બારૈયા નો ખુબ ખુબ આભાર માન્યો હતો ત્યારે મફત પ્લોટ વિસ્તાર લોકો દ્વારા કહેવામાં આવ્યું કે આઝાદી પછી આવો કેમ્પ ક્યારેય હમારા વિસ્તારમાં થયા નથી ત્યારે આ કેમ્પ નુ આયોજન થતાં લોકો મા ખુશી નો માહોલ છવાયો હતો ત્યારે સંજયભાઈ બાભણિયા દ્વારા ઓપરેટર ને તેમજ મફત પ્લોટ વિસ્તારનાં લોકો ને કહેવામા આવ્યુ કે જ્યાં સુધી તમારા વિસ્તારમાં તમામ લોકો ના કાર્ડ નહીં નિકળી રહે ત્યા સુધી કેમ્પ નુ આયોજન શરૂ રહે છે ત્યારે રાજુલા જાફરાબાદ ખાંભા તાલુકામા 20 જેટલા ગામોમાં કેમ્પ નુ આયોજન કરવામાં આવ્યું હતું અને રાજુલા જાફરાબાદ ખાંભા તાલુકાના તમામ ગામોમાં કેમ્પ નુ આયોજન કરવામાં આવશે તેવુ અખિલ ભારતીય કોળી સમાજ અમરેલી જીલ્લા કરણભાઈ બારૈયા દ્વારા જણાવાયું હતું


