Maharashtra

મુંબઈથી ગોવા ક્રૂઝનો સ્ટાફ કોરોના પોઝિટીવ આવતા મુસાફરોને રોકાયા

મુંબઈ
મુંબઈથી ગોવા જઈ રહેલા કોર્ડેલિયા ક્રૂઝ શિપના ક્રૂ મેમ્બર કોરોનાથી સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે. ક્રુઝમાં સવાર ૨,૦૦૦ થી વધુ મુસાફરો અને ક્રૂ મેમ્બરોનો ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે . જહાજ પર કોવિડ સંક્રમિત ક્રૂ મેમ્બરને આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. ઁઁઈ કિટથી સજ્જ મેડિકલ ટીમ ૨૦૦૦ થી વધુ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સના ઇ્‌-ઁઝ્રઇ ટેસ્ટ કરવા માટે પહોંચી હતી. તેમના ટેસ્ટની રાહ જાેવાઈ રહી છે. આરટી-પીસીઆર ટેસ્ટનું પરિણામ જાહેર ન થાય ત્યાં સુધી કોઈને જહાજમાંથી ન ઉતરવા માટે કહ્યું છે. ક્રુઝ હાલમાં મોર્મુગાવ પોર્ટ ક્રુઝ ટર્મિનલ પાસે સ્થિત છે. મુંબઈ પોર્ટ ટ્રસ્ટે ક્રુઝને ગોવામાં પાર્ક કરવાની મંજૂરી આપી ન હતી. એન્ટિજેન ટેસ્ટમાં ક્રૂ મેમ્બર પોઝિટિવ આવ્યો છે. મુંબઈમાં ૮,૦૬૩ કોરોના કેસ નોંધાયા છે. શનિવારે ૬,૩૪૭ કેસ નોંધાયા હતા. રાહતની વાત એ છે કે રવિવારે મુંબઈમાં કોરોનાને કારણે એક પણ મોત થયું નથી. બીજી તરફ કોરોનાનો નવો વેરીઅન્ટ એટલે કે ઓમિક્રોનના દર્દીઓ પણ વધી રહ્યા છે. ત્યારે લોકોમાં ક્યાંકને ક્યાંક લોકડાઉનની ભીતી છે.

Cordelia-cruise-Ship-2000-Travellers.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *