International

ગાલવાનમાં ચીનની ઘૂસણખોરી પર મોદીજી, મૌન તોડો ઃ રાહુલ ગાંધી

ચીન
૧૫ જૂન ૨૦૨૦ના રોજ લદ્દાખની ગલવાન ખીણમાં ભારત અને ચીનની સેના વચ્ચે હિંસક ઘર્ષણ થયુ હતુ. આ ઘર્ષણ ૪૫ વર્ષમાં સૌથી ભીષણ સંઘર્ષોમાંનુ એક હતુ, જેમાં ૨૦ ભારતીય સૈનિકો શહીદ થયા હતા. ચીન સાથે સૈન્ય સંઘર્ષ થયા બાદ, સરહદ પરનો તણાવ ઓછો કરવા માટે ચીન સાથે વાટાઘાટોના ઘણા રાઉન્ડ થયા. ફેબ્રુઆરી ૨૦૨૧ માં, ચીને પ્રથમ વખત સત્તાવાર રીતે જાહેરાત કરી હતી કે ગલવાન સંઘર્ષમાં પાંચ ચીની સૈન્ય અધિકારીઓ અને સૈનિકો પણ માર્યા ગયા હતા.નવું વર્ષ શરૂ થયું છે કે ચીને તેની નાપાક હરકતો બતાવવાનું શરૂ કરી દીધું છે. ૧ જાન્યુઆરીએ ચીને ગલવાન ખીણમાં તેનો દાવો કરતી વખતે, ચીનનો રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યો હતો. આ ઘટનાનો વીડિયો ચીન સરકારના વિવિધ મુખપત્રોએ સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. ગ્લોબલ ટાઈમ્સે ટ્‌વીટ કર્યું કે, ‘ભારતની સરહદ પાસેની ગલવાન ખીણમાં ‘એક ઈંચ પણ જમીન ન આપવા’ના નિયમ મુજબ, ત્યાંના ઁન્છ સૈનિકોએ ૧ જાન્યુઆરી, ૨૦૨૨ના રોજ ચીનના લોકોને શુભેચ્છા પાઠવી હતી. ચીન સરકાર સાથે સંકળાયેલા મીડિયા પ્રતિનિધિ શેન શિવેઈએ ટ્‌વીટ કરીને કહ્યું કે, ૨૦૨૨ના નવા વર્ષના દિવસે ગાલવાન ખીણમાં ચીનનો રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યો હતો. આ રાષ્ટ્રધ્વજ ખૂબ જ ખાસ છે કારણ કે તે એક સમયે બેઇજિંગના તિયાનમેન સ્ક્વેર પર ફરકાવવામાં આવ્યો હતો. હવે વિપક્ષી દળોએ આ મુદ્દે ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ગાલવાનમાં ચીનની ઘૂસણખોરી પર મૌન તોડવાનું કહ્યું હતું. રાહુલ ગાંધીએ ટ્‌વીટ કરીને કહ્યું કે, ગલવાનમાં અમારો ધ્વજ સારો લાગે છે. ચીનને જડબાતોડ જવાબ આપવો જાેઈએ. મોદીજી, તમારું મૌન તોડો. ચીને અરુણાચલ પ્રદેશમાં ૧૫ સ્થળોના નામ બદલ્યાના થોડાક જ દિવસો બાદ સરહદ પર ઉશ્કેરણી સામે આવી. ત્યારે સરકારે તીખી પ્રતિક્રિયા આપી અને પુનરોચ્ચાર કર્યો કે અરુણાચલ પ્રદેશ ભારતનો અભિન્ન અંગ છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ૩૦ ડિસેમ્બરના રોજ એક નિવેદનમાં કહ્યું, ‘અમે આવા અહેવાલો જાેયા છે. આ પહેલીવાર નથી જ્યારે ચીને અરુણાચલ પ્રદેશ રાજ્યમાં સ્થાનોના નામ બદલવાનો પ્રયાસ કર્યો હોય. પરંતુ આમ કરવાથી હકીકત બદલાશે નહીં.

Rahul-Gandhi.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *