બાલાસિનોર
બાલાસિનોર પંથકમાં લાકડાની ગેરકાયદેસર હેરાફેરી પોલીસ પાયલોટીંગ સાથે થઈ રહી હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ ખુદ સ્થાનિક અને કોંગ્રેસના ધારાસભ્ય અજીતસિંહ ચૌહાણે કર્યો છે. નવા વર્ષની મોડી રાત્રે ધારાસભ્ય અજીતસિંહ ચૌહાણ કુબેર ભંડારી દર્શન કરી ઘરે પરત જઈ રહ્યા હતા, ત્યારે રસ્તામાં લાકડા ભરેલા ટ્રેક્ટર પાછળ ધીમી ગતિએ જતી લુણાવાડા પોલીસની જીપ નં.જીજે. ૧૮.જીબી.૦૬૨૩ જાેઈ હતી. ટ્રેક્ટરની પાછળ જીપ જાેઈ પહેલા તો ધારાસભ્યને કુતૂહલ થયું હતુ, પરંતુ તેઓને મળેલી લોક ફરિયાદોને ધ્યાન પર લેતા થોડા આગળ જઈ પરત આવતા તે જ જીપ રસ્તા વચ્ચે ઉભી હતી, અને પાછળ ચાર લાકડાના ભરેલા ટ્રેક્ટર ઉભા હતા. જેને જાેતા ધારાસભ્યને શંકા ઉપજી હતી.પોતાની કારમાંથી ઉતરી પોલીસ કર્મચારીઓ સાથે શું કાર્યવાહી કરી રહ્યા છો, તે અંગે પુછતા પોલીસ કર્મીએ ગોળ ગોળ જવાબો આપ્યા હતા. જેથી ગુસ્સે ભરાયેલા ધારાસભ્યએ તમે લાકડા ભરેલા ટ્રેક્ટર પકડવા આવ્યો છોકે પાયલોટીંગ કરવા? તેવા પ્રશ્નો કર્યા હતા. જાે તમે કાયદેસર કાર્યવાહી કરવા આવ્યા છો તો જીપમાં કેમ બેસી રહ્યા છો? તેવા પ્રશ્નો કરતા જ પોલીસ કર્મી પાસે તેનો જવાબ ન હતો. ધારાસભ્યએ સમગ્ર મુદ્દે વિધાનસભામાં રજૂઆત કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. છેક લુણાવાડાથી બાલાસિનોર થઈને ટ્રેક્ટરો કઠલાલ જાય છે. અને આ બધાજ ટ્રેકટરો પાસેથી રૂ.૭ હજાર નો માસિક હપ્તો લેવામાં આવે છે. બાલાસિનોર પંથકમાં તો એક પોલીસ કર્મચારી અને તેના મળતિયાના જ ટ્રેક્ટરો ચાલે છે, જાે કોઈ અન્ય વ્યક્તિના ટ્રેક્ટર માં લાકડા કે પથ્થર ભરીને લઈ જવાય તો તેને પકડીને કેસ કરી દેવામાં આવે છે. આ પોલીસ કર્મચારીને હજુ તો પોલીસમાં જાેડાયે ૭ વર્ષ નથી થયા ને બાલાસિનોરમાં આલિશાન મકાન, ગાડી, સહિત મિલકત વસાવી લીધી છે. અમે પોલીસની કારને ટ્રેક્ટરની પાછળ આવતા જાેઈ હતી. થોડા દૂર આવીને ગાડી પાછી વાળી પરત આવ્યા તો પોલીસની ગાડી આગળ અને પાછળ ચાર ટ્રેક્ટર ઉભા હતા. જ્યારે પોલીસ કર્મચારી ગાડીમાં આરામથી બેઠા હતા. જાે પોલીસે કાર્યવાહી કરવા ટ્રેક્ટર ઉભા રાખ્યા હોય તો પોલીસ કર્મચારી જીપમાં બેઠા ન હોત. પોલીસ ખુદ પાયલોટીંગ કરી ગેરકાયદેસર લાકડાની હેરાફેરી કરાવી રહી છે.બાલાસિનોર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર લાકડા તેમજ ખનીજ વહનનો ધંધો બેરોકટોક ચાલી રહ્યો છે. અનેક રજૂઆત છતાં પણ કોઈ કાર્યવાહી થઈ રહી નથી, ત્યારે બાલાસિનોરના કોંગી ધારાસભ્યએ ગેરકાયદેસર લાકડાના ટ્રેક્ટરનું પાયલોટિંગ કરતી પોલીસ જીપ ઝડપી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં ફરતો થયો છે. ધારાસભ્ય પોલીસ કર્મચારીને ખખડાવી પણ રહ્યા છે, અને તમે ટ્રેક્ટરો પકડવા આવ્યા છો કે પાયલોટીંગ કરવા આવ્યા છો? તેવા ધારદાર પ્રશ્ન કરી રહ્યા છે. રાત્રીના સમયે બનેલી આ ઘટનાનો વિડીયો વાયરલ થતા જ મહિસાગર જિલ્લા પોલીસની કામગીરી પર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.