બાબરા
તા.૨૭/૦૪/૨૦૨૦
બાબરા પંથક ના વધુ ૬ ગ્રામ્ય વિસ્તારો નો તાગ મેળવતી બાબરા ન્યુંજ ટીમ, લોકડાઉન નું પાલન કેવું થાય છે તે જાણ્યું હતું.
( સતત લોકડાઉન દરમ્યાન ગ્રામ્ય વિસ્તારોમાં ફરી કવરેજ કરતી ન્યુંજ ટીમ)
બાબરા.અમરેલી.
લોકડાઉન દરમ્યાન સતત કવરેજ કરતી અને બાબરા તાલુકા ના તમામ ગામો માં જઈ પરિસ્થિતિ જાણી લોકો માં લોકડાઉન નું કેવું પાલન થય રહ્યું છે. તે સાથે સેવાડા ના ગ્રામ્ય વિસ્તારો ની મુલાકાત કરી લોકો ને સાચી માહીતી આપવા માટે બાબરા તાલુકા ની ન્યુંજ ટીમ સતત ગ્રામ્ય વિસ્તારોમાં લોકડાઉન ની માહીતી મેળવી તંત્ર સુધી પોસાડે છે. લોકડાઉન ના પહેલા દિવસ થી આજ સુધી સતત ગ્રામ્ય વિસ્તારો માં જઈ ન્યુંજ ટીમ દ્રારા ગામો ના સરપંચો સહિત આગેવાનો સાથે મુલાકાત કરી માહીતી મેળવી રહી છે. સાથે જ્યા લોકડાઉન નું યોગ્ય અમલ ન થતું હોય ત્યા ગામના સરપંચો નું ધ્યાન દોરવા માં આવે છે. અને ગામ લોકો ને સમજાવી ઘરમાં રહેવા ની સલાહ આપવા સરપંચો ને ભણામણ કરવા માં આવે છે.
ન્યુંજ ટીમના સભ્ય રાહુલ ડી. પરમાર, હિરેનભાઈ ચૌહાણ, આદિલખાન પઠાણ, હરેશભાઈ ડી. પરમાર, અને હાર્દિકભાઈ તળાવીયા દ્રારા આજરોજ તાલુકા ના વધુ ૬ ગામો ની મુલાકાત લેવા માં આવેલ હતી. જેમા બળેલ પિપળીયા, કોટડા ખીજડીયા, ફુલજર, લોન કોટડા, મોટા દેવળીયા, અને ધરાઈ ગામનો સમાવેશ કરેલ છે. અહી અમારી ટીમ દ્રારા ગામના સરપંચો, ઉપ સરપંચો, સભ્ય સહિત આગેવાનો સાથે વાતચીત કરી ગામો માં લોકડાઉન નું કેવું પાલન થાય છે તે માહીતી મેળવેલ હતી. મળેલ માહીતી મુજબ તમામ ગામો માં લોકડાઉન નું સારી રીતે પાલન થય રહ્યું છે તેમા ગ્રામ્ય વિસ્તારો માં તમામ જગ્યાએ કોરોના મુક્ત દવાઓ નો છંટકાવ પણ કરવામાં આવી રહ્યો છે. જ્યા લોકડાઉન નું પાલન પુરેપુરુ થતુ ના જણાય તો ત્યા ના સરપંચ શ્રી નું ધ્યાન દોરી યોગ્ય પાલન કરાવવા ભણામણ કરવા માં આવેલ હતી.
અમારી ન્યુંજ ટીમ દ્રારા તાલુકા ના સેવાડા ના ગામો સુધી જઈ કવરેજ કરવામાં આવી રહ્યું છે. સાથે ગ્રામ્ય વિસ્તારોના લોકો ને ટીમ દ્રારા અપીલ પણ કરવા માં આવી રહી છે કે, કામ વગર ઘર ની બહાર જવાનું ટાળો અને જો જરુરી કામકાજ માટે બહાર જવાનું હોય તો મોઢા પર માસ ફરજીયાત પહેરો. સાથે ઘરના નાના બાળકો ને તેમજ ઘરના વડીલો ને ઘર ની બહાર ન જવા દેવા. ટીમ દ્રારા બાબરા તાલુકા ની તમામ અપડેટ લોકો સુધી પોસાડવા માં આવી રહી છે.
રિપોર્ટર:-
હિરેન ચૌહાણ
બાબરા