અમદાવાદ
અમદાવાદ શહેરમાં કોરોનાના વધતા સંક્રમણ મુદ્દે છસ્ઝ્ર કમિશનરના અધ્યક્ષ સ્થાને બેઠક મળી હતી. જેમાં છસ્ઝ્રના હોદ્દેદારો અને આરોગ્ય વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા. અમદાવાદ શહેરમાં હાલમાં ૨૨૨૧ જેટલા કેસો નોંધાયેલા છે. જેમાં માત્ર ૬૭ જ હોસ્પિટલમાં દાખલ છે બાકીના ૨૧૨૩ લોકો હોમ આઇસોલેશનમાં છે. બીજી તરફ અમદાવાદ શહેરમાં કોરોનાના કેસ વધતા હવે પોલીસ લોકોને રસી લેવા અપીલ કરશે. લોકો ઝડપથી રસી લે તે માટે રસીકરણ બુથ પર પોલીસ લાઉડ સ્પીકરથી લોકોને અપીલ કરશે. શહેરના પૂર્વ વિસ્તારમાં રસીકરણ ખૂબ ધીમા વેગે થઇ રહ્યું છે, જેને લઇને પોલીસ હવે છસ્ઝ્રના પ્રયાસોમાં મદદ કરશે. પોલીસ અને છસ્ઝ્રએ મેગા ડ્રાઇવ શરૂ કરી છે. મહત્વનું છે કે, પૂર્વ વિસ્તારમાં ૩૦થી વધુ જગ્યા પર રસીકરણ કામગીરી કરવામાં આવી રહી છે.રાજ્યભર અને દેશમાં હવે કોરોનાના કેસોમાં નોંધપાત્ર વધારો જાેવા મળી રહ્યો છે. એમાં પણ ગુજરાતના મોટાભાગના કેસ અમદાવાદમાં નોંધાઈ રહ્યા છે. આવી સ્થિતિમાં લોકો માસ્કના નિયમોનું પણ ઉલંઘન કરતા જાેવા મળતા હોય છે. તો બીજી તરફ લોકોની વધતી બેદરકારી સામે છસ્ઝ્ર એ લાલ આંખ કરી છે. છેલ્લા બે દિવસમાં માસ્ક વગર ફરતા ૩૯૬ લોકોને છસ્ઝ્રએ દંડ ફટકાર્યો છે. છસ્ઝ્ર ની ૧૫૦થી વધુ ટીમો દરરોજ મોલ, ખાણી-પીણી અને જાહેર સ્થળો પર ચેકિંગ કરી રહી છે.