હાર્દિક કાનાબાર પ્રાચી
કમોસમી વરસાદ થી શિયાળુ પાક ને ભારે નુકશાન જવાની ભીતિ
સુપ્રસિદ્ધ યાત્રાધામ પ્રાચી તીર્થ ખાતે વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વહેલી સવારથી જ વરસાદી વાતાવરણ સર્જાયું હતું પ્રાચી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં સવારે 11, વાગ્યા બાદ ધીમી ધારે કમોસમી વરસાદ શરૂ થયો હતો અને શાંજ સુધી કમોસમી વરસાદ વરસતા ચોમાસુ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા આ અચાનક કમોસમી વરસાદ થી શિયાળુ પાક ને થતા નુકશાન ને લઈ ખેડૂત પુત્રો માં પણ ચિંતા વધી હતી અને રસ્તા ઉપર પાણી ફરી વળ્યા હતા. અને વાતાવરણ ઠંડુ ગાર થયું હતું


