ઊના – કોરોનાના કારણે મૃત્યુ પામેલ વ્યક્તિઓ માટે રાજ્ય સરકારે માત્ર રૂ.૫૦ હજારના વળતરની જાહેરાત કરી ભાજપ સરકારે અસંવેદનશીલ સરકાર હોવાનું પુરવાર કર્યુ છે. અને મૃતકના પરીવારોની સાથે માનવજાતની પણ ક્રૂર મજાક કરી છે. અને સરકાર સાંચા આંકડા છુપાવવા માટે રમત કરી સરકારી ચોપડે નોંધાયેલ મૃતકોની યાદી ગેઝેટ મારફત પ્રસિધ્ધ કરતી નથી. ત્યારે ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની જોગવાઇ મુજબ કોરોનાની મૃત્યુ પામનાર તમામ વ્યક્તિઓના પરિવારજનોને રૂ. ૪ લાખની સહાય ચુકવવામાં આવે, કોવિડગ્રસ્ત તમામ દર્દીઓના તમામ મેડીકલ બિલની રકમની ચુંકવણી કરવા, સરકારી તંત્રની ઘોર નિષ્ફળતાની ન્યાયીક તપાસ કરવા, કોવીડથી મૃત્યુ પામનાર સરકારી કાર્યચારીઓના સંતાન તથા પરીવારજનો પૈકી કાયમી નોકરી આપવા થકી કોરોના મહામારીના અસરગ્રસ્ત લોકોને મદદરૂપ થવાનો છે. તેવી અનેક પ્રશ્નો બાબતે ગીરગઢડા તાલુકા કોંગ્રેસ સમીતી ધારાસભ્ય પુંજાભાઇ વંશએ મુખ્યમંત્રીને સંબોધી ગીરગઢડા મામલતદારને લેખિત રજુઆત કરી હતી.


