Gujarat

૧૫ જાન્યુઆરી સુધી મુખ્યમંત્રીએ પોતાના તમામ કાર્યક્રમો રદ કર્યા

ગાંધીનગર
કોરોના મહામારીને પગલે હાલ દેશ અને રાજયમાં સ્થિતિ વણસી રહી છે. ત્યારે વાઇબ્રન્ટ સમિટ મોકૂફ રાખવાનો ર્નિણય લેવાયો છે. ૧૦ થી ૧૨ જાન્યુઆરી ૨૦૨૨ દરમિયાન યોજાનારી ૧૦મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ હાલ પૂરતી મોકૂફ રાખવાનો ર્નિણય કર્યો છે. બાદમાં સમિટને લઇને નવી તારીખો જાહેર કરવામાં આવશે. તો બીજી તરફ કોરોના મહામારીને પગલે અમદાવાદમાં પતંગોત્સવ અને ફલાવર શોને પણ રદ કરવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાનાર આ બંને કાર્યક્રમો રદ કરવાનો આખરે સરકારે પ્રજાના હિતમાં ર્નિણય કર્યો છે.કોરોના સંક્રમણ વધવા સાથે સરકારી કાર્યક્રમો પર રોક લગાવી દેવામાં આવી છે. વાઈબ્રન્ટ સમિટ મોકૂફ કર્યા બાદ તમામ સરકારી કાર્યક્રમો રદ કરવાનો મોટો ર્નિણય લીધો છે. જણાવી દઈએ કે મુખ્યમંત્રીએ ૧૫ જાન્યુઆરી સુધીના તમામ કાર્યક્રમો રદ કર્યા છે. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના તમામ કાર્યક્રમો રદ કર્યાના અહેવાલ હાલ મળ્યા છે. આ ઉપરાંત મંત્રીઓને પ્રભારી જિલ્લામાં કોરોના સ્થિતિની સમીક્ષા કરવા સૂચના આપી દેવામાં આવી છે. જાહેર છે છે સૌથી વધુ નિયમોનો ભંગ સામાજિક અને રાજકીય કાર્યક્રમોમાં જાેવા મળે છે. ત્યારે સરાકારે હાલ પોતાનાથી શરૂઆત કરી છે. સરકારે પ્રથમ સરકારી કાર્યક્રમો રદ કર્યા છે. તો ૧૫ જાન્યુઆરીથી મુખ્યમંત્રી પોતાના નિવાસ સ્થાન કે ઝ્રસ્ર્ં થી કોરોનાની સમીક્ષા કરશે. તો જે મંત્રીઓને પ્રભારી જિલ્લામાં મુકવામાં આવ્યા છે. ત્યાં બે દિવસમાં જઈને સંપૂર્ણ સમીક્ષા કરવાનું કહેવામાં આવ્યું છે.

Bhupendra-Patel.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *