International

સુપ્રસિદ્ધ લેખક-દિગ્દર્શક પીટર બોગદાનોવિચનું ૮૨ વર્ષની વયે નિધન

અમેરિકા
પીટરના મૃત્યુથી હોલીવુડ ઈન્ડસ્ટ્રીને મોટી ખોટ પડી છે. તેમના મૃત્યુના સમાચાર તેની પુત્રી એન્ટોનિયા બોગદાનોવિચે આપ્યા હતા. પીટર કેટલાક સમયથી વય સંબંધિત બીમારીઓથી પીડિત હતા. મૂળ રીતે સ્ટેજ એક્ટર તરીકે પ્રશિક્ષિત, તેમણે લેખન અને દિગ્દર્શનમાં પણ એક અલગ છાપ છોડી. અગાઉ તેઓ ફિલ્મ પત્રકાર હતા પરંતુ રોજર કોરમેન ‘ધ વાઇલ્ડ એન્જલ્સ’માં તેમની સાથે જાેડાયા બાદ તેની ફિલ્મી સફર શરૂ થઈ. પીટરે ૧૯૬૮માં સૌ પ્રથમૉ ફિલ્મ ‘ટાર્ગેટ’ બનાવી જે વિવેચનાત્મક રીતે સફળ રહી. જે બાદ તેણે ૧૯૭૧ માં ‘ધ લાસ્ટ પિક્ચર શો’ નાટક કર્યું, જેના પછી તેને ખૂબ પ્રશંસા મળી. પ્રથમ ફિલ્મે જ પીટરને એક અલગ ઓળખ આપી. આ ફિલ્મને ઓસ્કારમાં બેસ્ટ ડાયરેક્ટર અને બેસ્ટ એડેપ્ટેડ સ્ક્રીનપ્લે માટે નોમિનેટ કરવામાં આવી હતી. જે બાદ તેણે ૧૯૭૨માં ‘વોટ્‌સ અપ ડોક?’ નામની કોમેડી ફિલ્મ બનાવી. તેમના જીવનની સૌથી મહત્વપૂર્ણ ફિલ્મોમાંની એક ‘પેપર મૂન’ હતી જે તેમણે ૧૯૭૩માં બનાવી હતી. આ ફિલ્મ માટે તેને ફરી એકવાર એક મોટા એવોર્ડ શો ‘ગોલ્ડન ગ્લોબ’ માં શ્રેષ્ઠ નિર્દેશક તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. આ પછી તેની ત્રણ ફિલ્મો અસફળ રહી પરંતુ તે બાદ તેણે ફરીથી ૧૯૭૯માં રિલીઝ થયેલી ‘સેન્ટ જેક’ નામની કલ્ટ ફિલ્મ દ્વારા વાપસી કરી. પીટરને તેમની શાનદાર ફિલ્મો માટે હંમેશા યાદ કરવામાં આવશે.હોલિવૂડના ફેન્સ માટે એક ખરાબ સમાચાર આવ્યા છે. સુપ્રસિદ્ધ લેખક-દિગ્દર્શક પીટર બોગદાનોવિચનું ૮૨ વર્ષની વયે નિધન થયું છે. તમને જણાવી દઈએ કે, પીટર ૭૦ ના દાયકાના સૌથી લોકપ્રિય ફિલ્મ નિર્માતાઓમાંના એક હતા. તેમનું જીવન પણ હોલીવુડની ડ્રામા ફિલ્મથી ઓછુ ન હતું. હોલીવુડમાં તેમનું યોગદાન અજાેડ છે. તેમણે તેમના કરિયરમાં શ્રેષ્ઠ ફિલ્મો આપી છે. તે તેની રિયલ લાઈફને કારણે પણ હંમેશા ચર્ચામાં રહેતા હતા.

Peter-Bogdanovich-Hollywood-Director.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *