પાકિસ્તાન
પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આરિફ અલ્વી આ પહેલા ગયા વર્ષે ૨૯ માર્ચે પહેલીવાર કોરોનાની ઝપેટમાં આવ્યા હતા. જાે કે, પછી તેમણે રસીનો પ્રથમ ડોઝ જ લીધો હતો. પાકિસ્તાનમાં આત્યાર સુધીમાં કોરોના વાયરસના ૧૩ લાખ જેટલા કેસ સામે આવ્યા છે અને અત્યાર સુધીમાં ૨૮,૯૫૫ મોત થયા છે. પાકિસ્તાનમાં પણ કોરોના વાયરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોને દસ્તક આપી દીધી છે. પાકિસ્તાનમાં પણ રસીકરણ થઈ રહ્યું છે અને અત્યાર સુધીમાં વેક્સિનના ૧૬ કરોડ કરતા વધુ ડોઝ અપાઈ ચુક્યા છે. કોરોના વાયરસ આખી દુનિયામાં પોતાનો કહેર વરસાવી રહ્યો છે, ત્યારે પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ કોરોના વાયરસે હાહાકાર મચાવીને રાખ્યો છે. તાજેતરમાં જ પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આરિફ અલ્વી કોરોના સંક્રમિત થયા છે. એજન્સી અનુસાર, પાકિસ્તાનમાં કોરોનાની પાંચમી લહેર છે. રાષ્ટ્રપતિ આરિફ અલ્વી બીજી વખત કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. આરિફ અલ્વીએ કહ્યું કે તેમને છેલ્લા ૪-૫ દિવસથી ગળામાં દુખાવો હતો, ગઈકાલે રાત્રે બે કલાકથી થોડો તાવ આવ્યો હતો. તે સિવાય કોઈ લક્ષણો નથી. આ પછી તેમણે કોરોના ટેસ્ટ કરાવ્યો, અને તેઓ કોરોના પોઝિટીવ આવ્યા. કોરોના પ્રોટોકોલનું પાલન કરવાની સાથે પાકિસ્તાનના રાષ્ટ્રપતિ અલ્વીએ લોકોને સરકાર દ્વારા જારી કરાયેલી ઘણી ર્જીંઁનું પાલન કરવાનું કહ્યું હતું.