Gujarat

રાણપુરમાં આવેલ રીયલ સ્પીનટેક્ષ કંપનીના માલીકે પોતાના જન્મદિવસની અનોખીરીતે ઉજવણી કરી

નિ:સંતાન અને જરૂરિયાતમંદ સીનીયર સીટીજનોને રીયલ સ્પીનટેક્ષ કંપની ખાતે લાવી ગરમ ધાબળા- રાશનકીટ આપી ભોજન કરાવી જન્મદિવસની ઉજવણી કરી….
બોટાદ જિલ્લાના રાણપુરમાં મિલેટ્રી રોડ ઉપર આવેલ રીયલ સ્પીનટેક્ષ કંપનીના માલીક અને જાણીતા યુવા ઉદ્યોગપતિ કૌશરભાઈ કલ્યાણીએ પોતાના ૪૫ માં જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી.વર્ષોથી સેવાકીય સ્વભાવ ધરાવતા અને દરેક સમાજને તેમજ ગરીબ લોકોની સતત સેવા કરતા કૌશરભાઈ કલ્યાણીના જન્મદિવસ નિમિત્તે બોટાદ પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાની હાજરીમાં રાણપુર તાલુકાના નિ:સંતાન અને અતિ જરૂરીયાતમંદ સીનીયર સીટીજનોને રીયલ સ્પીનટેક્ષ કંપની લાવી તમામ ને ગરમ ધાબળા અને રાશનકીટ આપી જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી એક નવી પહેલ કરી હતી. રાણપુરના જરૂરિયાતમંદ કુલ-૨૫ સીનીયર સીટીજન માટે રાશન કીટ તથા ગરમ ધાબળાનો વિતરણ કાર્યક્રમમાં જીલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા ની ઉપસ્થિતિમાં તથા કરમડ ગુરૂકુળના પુજ્ય શ્રીજીસ્વરૂપ સ્વામી,રાણપુરના સરપંચ ગોસુભા પરમાર,અગ્રણી ઘનશ્યામભાઈ સાવધરીયા,નરેન્દ્રભાઈ દવે,હરીરામબાપુ દેસાણી ની પ્રેરક હાજરીમાં રીયલ સ્પીનટેક્ષ રાણપુરના કૌશરભાઇ કલ્યાણીના જન્મદિવસ પ્રસંગે દાદા-દાદી ને ગરમ ધાબળા અને રાશનકીટ આપવામાં આવેલ. કૌશરભાઇ કલ્યાણી દ્વારા જન્મદિવસ નિમિત્તે આ કુલ-૨૫ વડીલોને એક મહીનો ચાલે એટલી રાશનની કીટ તથા ગરમ ધાબળાનું વિતરણ પુજ્ય શ્રીજીસ્વરૂપ સ્વામી પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા તથા ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિતરણ કરવામાં આવેલ હતું. ત્યારબાદ કૌશરભાઈ કલ્યાણી ના જન્મદિવસ પ્રસંગે સિરાજભાઇ ગાંગાણી દ્વારા જિલ્લાના નિ:સંતાન અને અતિ જરૂરિયાતમંદ એવા કુલ-૨૫ વડીલોને રીયલ સ્પીનટેક્ષ રાણપુર દ્વારા દત્તક લઇ તેઓની કાયમી જવાબદારી લેવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી.તેમજ તમામ વડીલો ને ગરમા ગરમ ભોજન તથા તેઓને ઘરે લાવવા-લઇ જવાની વ્યવસ્થા પણ રીયલ સ્પીનટેક્ષ દ્વારા કરવામાં આવી હતી.કૌશરભાઈ કલ્યાણીએ પોતાના જન્મદિવસ સેવાકીય દિવસ તરીકે ઉજવી દરેક સમાજને એક નવો રાહ ચિંધ્યો હતો…
તસવીર-વિપુલ લુહાર,રાણપુર

20220106_183933.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *