Gujarat

જેતપુરમાં જૂગાર ધામ ઉપર પોલીસ ત્રાટકીઃ પ મહિલા સહિત ૭ પકડાયા

મકાનમાં જૂગાર રમતા ૩૧,૧૦૦નો મુદામાલ કબ્‍જે
જેતપુર પોલીસે ટાકુડીપરાના મકાનમાં ચાલતા જૂગારના હાટડા ઉપર રેઇડ કરી જૂગાર રમતી પ મહિલા સહિત ૭ને ઝડપી લીધા હતાં.
જેતપુરમાં ટાકુડીપરા જૂના રૂપાવટી રોડ ઉપર રહેતા ભરત ભાણાભાઇ જાદવના મકાનમાં જૂગાર રમાડતો હોવાની બાતમી મળતા જેતપુરના પીએસઆઇ એસ.એમ.વસાવા તથા પો. કો. શકિતસિંહ ઝાલા સહિતના સ્‍ટાફે રેઇડ કરી જૂગાર રમતી પ મહિલા સહિત ૭ને રોકડા રૂા. ર૭,૬૦૦ અને મોબાઇલ મળી કુલ રૂા. ૩૧,૧૦૦ ના મુદામાલ સાથે ઝડપી લીધા હતાં.
જૂગાર રમતા પકડાયેલ શખ્‍સોમાં મકાન માલીક (૧) ભરત ભાણાભાઇ જાદવ, (ર) જીજ્ઞેશ રવજીભાઇ શીંગાળા, રહે. ચાંદની ચોક, ઢોરા પાસે, જેતપુર (૩) ભાવનાબેન કિશોરભાઇ ધામી, રહે. ચંદ્રમોલેશ્વર મંદિર રોડ, ટાકુડીપરા જેતપુર, (૪) મનીષાબેન અમરશીભાઇ જૂઠાણી રહે. નવાગઢ સરધાર પુર દરવાજા, જેતપુર (પ) હીનાબેન ઘનશ્‍યામભાઇ શેખ, રહે. નાના ચોક, જેતપુર (૬) પ્રવિણાબેન બાબુભાઇ ચાવડા, રહે. અમરનગર રોડ, સાંઇ લીલા એપાર્ટમેન્‍ટ, જેતપુર,  તમામને પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *