નવીદિલ્હી
૫ જાન્યુઆરીએ પીએમ મોદી પંજાબના ભટિંડા પહોંચ્યા હતા. અહીંથી તેઓ હેલિકોપ્ટર દ્વારા હુસૈનીવાલામાં રાષ્ટ્રીય શહીદ સ્મારક જવાના હતા. પરંતુ ખરાબ હવામાનના કારણે પીએમ મોદી ૨૦ મિનિટ રાહ જાેતા રહ્યા. પરંતુ હવામાનમાં સુધારો ન થયો, તેથી તેમણે રોડ માર્ગે રાષ્ટ્રીય શહીદ સ્મારક જવાનું નક્કી કર્યું. આ રસ્તા પર કાફલાને નિકળતા ૨ કલાકનો સમય લાગવાનો હતો. પંજાબ ડીજીપી તરફથી સુરક્ષા વ્યવસ્થાની પુષ્ટિ કર્યા બાદ પીએમ મોદી રોડ માર્ગે આગળ વધ્યા. જ્યારે પીએમ મોદીનો કાફલો રાષ્ટ્રીય શહીદ સ્મારકથી લગભગ ૩૦ કિલોમીટર પહેલા ફ્લાયઓવર પર પહોંચ્યો ત્યારે કેટલાક પ્રદર્શનકારીઓએ અહીં રસ્તો રોકી દીધો હતો જેના કારણે પીએમ મોદીના કાફલાને ૧૫-૨૦ મિનિટ સુધી ફ્લાયઓવર પર રોકાવું પડ્યું હતું. પીએમની સુરક્ષામાં આને મોટી ચૂક માનવામાં આવી રહી છે.વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષા ચૂક અંગે પંજાબ સરકારના ગૃહ મંત્રાલયને મોકલવામાં આવેલા રિપોર્ટમાંથી વધુ એક માહિતી સામે આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પંજાબ સરકારે રિપોર્ટમાં કહ્યું છે કે ભટિંડા જીજીઁએ ફિરોઝપુર જીજીઁ પર તેમના અધિકારોનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો છે. રોઝપુર જીજીઁએ તેમને મળેલી સત્તાનો દુરુપયોગ કરી પોતાના કાર્યક્ષેત્રમાં પ્રદર્શન કારીઓને ઁસ્ મોદીના રૂટ પર જવા દીધા. રિપોર્ટમાં જણાવાયું છે કે ખેડૂતોનો વિરોધ અચાનક થયો હતો. આ મામલે એફઆઈઆર નોંધવામાં આવી છે અને ક્યાં કોની ભૂલ થઇ તેની તપાસ માટે એક પેનલની રચના કરવામાં આવી છે. ૫ જાન્યુઆરીએ પંજાબમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ચૂક બાદ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પંજાબ સરકાર પાસેથી આ મામલે રિપોર્ટ માંગ્યો હતો. પંજાબ સરકારે ગુરુવારે રાત્રે પોતાનો રિપોર્ટ કેન્દ્રીય ગૃહ મંત્રાલયને મોકલી આપ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પંજાબના મુખ્ય સચિવે ઁસ્ મોદીની સુરક્ષામાં ક્યા ચૂક થઇ હતી તે અંગે કારણ સાથે વિસ્તૃત રિપોર્ટ મોકલવામાં આવ્યો છે. ફિરોઝપુરમાં ઁસ્ની સુરક્ષામાં લાગેલા વરિષ્ઠ અધિકારીઓ સાથે વાત કર્યા બાદ આ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. રિપોર્ટમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે પીએમના પ્રવાસનો સમગ્ર પંજાબમાં વિરોધ થઈ રહ્યો હતો. વિરોધ અને પ્રદર્શનોને ધ્યાનમાં રાખીને વધારાના સુરક્ષા દળો તૈયાર કરવામાં આવ્યા હતા. પંજાબના ઝ્રસ્ ચરણજીત સિંહ ચન્નીએ ઁસ્ નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ખામી હોવાનો ઈન્કાર કર્યો છે. તેમણે કહ્યું કે મને જે પણ થયુ તે અંગે દુઃખ છે.ફિરોઝપુર જિલ્લાના પ્રવાસ દરમિયાન આજે પરત ફરવું પડ્યું હતું. અમે અમારા ઁસ્નું સન્માન કરીએ છીએ. જાે વડાપ્રધાનની સુરક્ષામાં કોઈ ક્ષતિ રહી હોય તો અમે તેની તપાસ કરાવીશુ. ચન્નીએ ખુલાસો કરતા વધુમાં કહ્યું કે, આપણા દેશમાં લોકશાહી વ્યવસ્થા છે. મારે ઁસ્ મોદી પાસે જવું હતું, પરંતુ કોરોના પોઝિટિવના સંપર્કમા વતા સુરક્ષાને ધ્યાનમાં રાખીને હું નહોતો ગયો અને તેથી મેં નાણામંત્રી મનપ્રીત બાદલ અને ડેપ્યુટી સીએમ સુખજિંદર સિંહ રંધાવાને વડાપ્રધાનનું સ્વાગત કરવા મોકલ્યા હતા.