બાબરા
તા.૨૯/૦૪/૨૦૨૦
બાબરા તાલુકા ના ભિલડી ગામ પાસે બાવળ ધરાસાય થતા બાબરા-અમરેલી રોડ બંધ.
(ભારે પવન ના કારણે મહાકાય બાવળ ધરાસાય થતા રોડ બંધ થયો)
બાબરા ગ્રામ્ય વિસ્તારો માં એકા એક વાતાવરણ માં પલટો આવ્યો હતો. ભારે પવન સાથે વરસાદી ઝાપટા પડીયા હતા. તો બીજી બાજુ બાબરા- અમરેલી રોડ પર આવેલ ભિલડી ગામ પાસે એક મહાકાય બાવળ રોડ પર ધરાસાય થતા બાબરા – અમરેલી રોડ બંધ થયો છે. અને રોડ પર ટ્રાફિક જામ થય જવા પામ્યો હતો.
બાબરા ના ગ્રામ્ય વિસ્તારોમાં બપોરે ૨ વાગ્યા ના આસપાસ વાતાવરણ માં એકા એક પલટો આવ્યો હતો. તેમજ ગ્રામ્ય વિસ્તારો માં વરસાદી ઝાપટા પડ્યા હતા. અને ભારે પવન ના કારણે રૂક્ષો પણ ધરાસાય થયા છે.
રિપોર્ટર:-
હિરેન ચૌહાણ
બાબરા