સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
——————————————————————–
સાવરકુંડલા ખાતે આવેલ માનવમંદિર ખાતે એક મુલાકાતે પધારેલ *મુંબઈ નિવાસી મનુભાઈ ગોરધનદાસ ગાંધી તથા ભારતીબેન મનુભાઈ ગાંધી* આ માનવ મંદિરની સેવાકીય પ્રવૃત્તિઓથી પ્રભાવિત થઈ અને આ હરિના બાળકોનાં સેવા કાર્યો માટે માનવમંદિરનાં *ભક્તિરામ બાપુએ* લીધેલા ભેખથી ખાસ્સા પ્રભાવિત થયાં હતાં અને સાવરકુંડલા શહેરનાં આ માનવમંદિરનાં હરિના બાળકોની આરોગ્યને લગતાં સ્વાસ્થ્ય તપાસ માટે ડોકટરના મેડિકલ રૂમનાં નિર્માણ માટે રૂપિયા પાંચ લાખનું માતબર દાન કર્યું હતું. આ સંસ્થાની તમામ પ્રવૃતિઓની ખૂબ જ ઝીણવટભરી માહિતી રૂબરૂ મેળવી હતી. અને ભવિષ્યમાં પણ આ સંસ્થાની મુલાકાત લઈ પોતાનાથી થતી શક્ય તમામ મદદ કરવાનો કોલ પણ આપ્યો હતો. આ તકે *સાવરકુંડલા શહેરના ગણમાન્ય પત્રકાર સૂર્યકાંત ચૌહાણ અને બિપીનભાઈ પાંધીએ* પણ તેમની આવી માનવસેવાની પ્રવૃત્તિને બિરદાવી હતી અને પૂ. ભક્તિરામ બાપુએ આ પધારેલા માનવંતા અતિથિઓને ખૂબ ખૂબ આશિર્વાદ પાઠવ્યાં હતાં. આ સંદર્ભે દાતાશ્રીએ પોતાના મિત્રવર્તુળને પણ આ સંસ્થાની એક વખત મુલાકાત લેવાની ભલામણ કરી હતી. ખૂબ જ ટૂંકી મુલાકાતમાં પણ સંસ્થાની સર્વગ્રાહી માહિતી મેળવી હતી. આમ પણ માનવમંદિરનાં પૂ ભક્તિરામ બાપુ કદીપણ કોઈ પાસે દાન માટે તેનો હાથ લંબાવતાં નથી પરંતુ કોઈ પણ મુલાકાતી આ સંસ્થાની મુલાકાત લીધા પછી વગર કહ્યે પોતાનાથી યથાશક્તિ દાન આપતાં જોવા મળે છે. પૂ. ભક્તિરામ બાપુતો કહે છે કે માનવતાથી મોટો કોઈ ધર્મ નથી અહીં નાતજાતના ભેદભાવ વગર માત્ર પ્રેમ અને લાગણી સાથે તમામ હરિનાં બાળકોની સેવા માવજત થઈ રહી છે જે આ સંસ્થાનું જમા પાસું અવશ્ય ગણાય..
Attachments area

