મારી શ્રી સત ફરીયાદ હકીકત લખાવુ છું કે શ્રી એમ.એસ. ભરાડા પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ વડોદરા નાઓની સુચના મુજબ તથા છોટાઉદેપુર જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી ધર્મેન્દ્ર શર્મા સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાત રાજ્યમાં દારૂ બંધી અંગે કડક કાયદાનું નિમાર્ણ કરવામાં આવેલ હોય જેનો ચુસ્ત પણે અમલ કરવા સારૂ તેમજ પ્રોહી બુટલેગરો પોતાની ગેર કાયદેસરની પ્રવૃતિ કરતા અટકાવવા સારૂ છોટાઉદેપુર ડીવિઝન નાયબ પોલીસ અધિક્ષક એ.વી.કાટકડ નાઓ સાથે જરૂરી માર્ગદર્શન આપી વધુમા સંકલનમા રહી જિલ્લાના તમામ પોલીસ અધિકારીઓને વધુ પ્રોહી રેઇડો કરવા તેમજ વાહન ચેકીંગ અને નાકાબંધી કરી હકિકતો મેળવી અસરકારક કામગીરી કરવા સુચના આપવામા આવેલ હતી. ઈન્સ્પેટર શ્રી જે.કે પટેલ તથા સ્ટાફના માણસો અ.પો કો પ્રવિણભાઈ વિરસિંગભાઈ અનુસંધાને પોલીસ બન ૧૩૮ તથા આ.પો.કો. મેહુલભાઈ ડાહ્યાભાઈ બ.ન.૯૬૪ ૪ છોટાઉદેપુર પો.સ્ટે. વિસ્તારમાં નાઈટ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન આજરોજ સાહેબ નાઓને ખાનગી બાતમી હકીકત મળેલ કે પીપેલેજ તરફથી એક સફેદ કલરની મારુતિ વાન ભારતીય બનાવટનો વિદેશીદારૂ ભરી નાલેજ થઈ જેતપુર પાવી તરફ જનાર છે જેવી બાતમી હકિકત આધારે અમો તથા આપ સાહેબ અમારી સાથેના અ.પો કો પ્રવિણભાઈ વિરસિંગભાઈ બ ને ૧૩૮ તથા આ.પો.કો. મેહુલભાઈ ડાહ્યાભાઈ બ.ન.૯૬૪ નાઓ સાથે મળેલ ખાનગી બાતમી હકીકત આધારે નજીકમાંથી પંચોના માણસો બોલાવી બાતમી હકીકતથી વાકેફ કરી નાલેજ ગામની સીમમાં ગોદંરીયા ડેમ તરફ જતા કાચા રોડ ઉપર આપ સાહેબ તથા સ્ટાફના માણસો સાથે રોડ ઉપર સરકારી વાહનની આડાસ ઉભી કરી ઉભા હતા તે દરમ્યાન પોલીસની ગાડી દુરથી જોઈ વાહન ચાલક તેની ગાડી સ્થળ છોડી અંધારા નો તેને પરત । ખુલ્લા લાભ લઈ વાહન ચાલક ભાગી ગયેલ પકડવા દોડતાં ખેતરો માં ભાગી ગયેલ અને પકડાયેલ નહી તેથી સદરી મારૂતિવાન માં પંચો રૂબરૂ આગળ પાછળ જોતા જેનો રજી નં.GJ 06 K 8247 નો લખેલ હોય જે મારુતિવાનમાં ચેક કરતા પાછળની સીટની નીચે તથા ગાડીના વચ્ચેના ભાગે જોતા તેમા લાલ કલરના પૂઠાના બોક્ષની થપ્પીઓ મારેલ હોય અને સીટ ની નીચેના ભાગે છુટી પ્લાસ્ટીકની બોટલો મુકેલ જે પૂઠાના બોક્ષ જોતાં પૂઠાના બોક્ષમાં તથા સીટ નીચે જોતા ભારતીય બનાવટનો અલગ અલગ બ્રાન્ડનો વિદેશી દારૂ ભરેલ મળી આવેલ જેથી મારુતિવાનમાં ભરેલ પૂઠાના બોક્ષ નીચે ઉતારી ગણી જોતા તેમા ભારતીય બનાવટનો વિદેશી દારૂ જુદી જુદી બ્રાંડનો મળી આવેલ જેથી પંચો રૂબરૂ ખાત્રી તપાસ કરતા તેમા ભારતીય બનાવટના વિદેશી દારૂના (૧) માઉન્ટ સુપર સ્ટ્રોંગ બીયર ૫૦૦ મી.લી.ના ટીન બિયર ભરેલ પૂંઠાના બોક્ષ નંગ -૭ મળી આવેલ જે એક બોક્ષમાં ૨૪ નંગ લેખે કુલ બોટલ નંગ -૧૬૮ જે એક બીયરની કિ.રૂ.૧૦૦/- લેખે બીયર નંગ -૧૬૮ ની કિં.રૂ.૧૬૮૦૦/- (૨) ગોવા સ્પિરિટ સ્પારાઈટ ઓફ સ્મુથનેશ વિસ્કી ૭૫૦ મી.લી.ના પ્લાસ્ટીકના છુટી બોટલો નંગ –૪૭ જે એક જે એક બોટલની કિરૂ. ૫૨૫/- લેખે કુલ બોટલ નંગ -૪૭ ની કિં.રૂ.૨૪૬૭૫/-તથા (૩) મારુતિવાન નં. GJ 06 K 8247 ની કિ.રૂ.૫૦,૦૦૦/- મળી કુલ કિંરૂ. ૯૧,૪૭૫/-નો મુદામાલ મળી આવેલ જેમાં સેમ્પલ અર્થે એક-એક નંગ કાઢી લીધેલ તથા પ્રોહી મુદામાલની હેરાફેરીના ઉપયોગમાં લીધેલ મારુતિવાન નં. GJ 06 K 8247 ની કિ.રૂ.૫૦,૦૦૦/-તથા પકડાયેલ મુદામાલ મળી કૂલ કિંમત રૂપિયા ૯૧,૪૭૫/- નો મુદામાલ તપાસ અર્થે કબજે કરેલ છે.
જેથી ઉપરોક્ત વાહન ચાલક નાઓ ગેરકાયદેસર રીતે વગર પાસ પરમીટે પુર્વે આયોજીત કાવતરૂ રચી પોતાના કબ્જાની મારુતિવાન નં.GJ 06 K 8247 માં પાછળના તથા વચ્ચે ના ભાગે ભારતીય બનાવટનો વિદેશી દારૂ અલગ અલગ બ્રાન્ડની કુલ બોટલ નંગ –૨૧૫ કિ રૂ. ૪૧,૪૭૫/-નો પ્રોહી મુદામાલ તથા વિદેશી દારૂની હેરાફેરીમા
વાપરેલ મારુતિવાન નં.GJ 06 K 8247 ની કિ.રૂ.૫૦,૦૦૦/-મળી કુલ કિંરૂ. ૯૧,૪૭૫/ નો મુદામાલ રાખી પ્રોહી વોચ નાકાબંધી દરમ્યાન નાશી જઈ ગુન્હો કરેલ હોય જેથી મારી તેઓના વિરૂધ્ધમાં ધી પ્રોહી એકટ કલમ ૬૫ ઇ, ૯૮(૨),૮૧ મુજબ કાયદેસર થવા ફરીયાદ છે મારા સાહેદો પંચો તથા પોલીસ સ્ટાફના માણસો વિગેરે છે આ ગુન્હો કલાક ૦૫/૩૦ વાગે બનેલ છે.
રૂબરૂ
પોલીસ સ્ટેશન
[]
(જે.કે.પટેલ)
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


