*રાજકોટ શહેર જીલ્લામાં કોરોના વાયરસના સંક્રમણને રોકવા ડોર-ટુ-ડોર સર્વે કરાયો. મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલ.*
*રાજકોટ શહેર તા.૨૯.૪.૨૦૨૦ ના રોજ કોરોના વાઇરસની મહામારી સંક્રમણને રોકવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં જંગલેશ્વર વિસ્તાર સિવાય આરોગ્યની અલગ અલગ ટીમો દ્વારા ડોર-ટુ-ડોર એક્સ્ટ્રીમ ઇન્ટેન્સિવ ચકાસણી કરવામાં આવી હતી. આ ટીમો દ્વારા ઘરે ઘરે જઈને કોરોના અંગેના લક્ષણોની ચકાસણી કરવામાં આવે છે. જો કોઈ ઘરે લક્ષણો ધરાવતા વ્યક્તિ મળી આવે તો તેને જરૂરી માર્ગદર્શન અથવા રીફર કરવામાં આવશે. લક્ષણો પરથી જરૂરી જણાય તો જે તે વ્યક્તિનો રીપોર્ટ પણ કરવામાં આવશે. તેમ મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલએ જણાવ્યું હતું. આ ટીમો દ્વારા જંગલેશ્વર સિવાય શહેરના ધૃવનગર, શ્યામનગર, જંકશન, પંચનાથ પ્લોટ, સોમનાથ સોસાયટી, જીવરાજ પાર્ક, સમૃધ્ધિ નગર, સગમ પેલેસ, હાઈ વિલા, ન્યુ સર્વોદય સોસાયટી અને મણીનગર વગેરે વિસ્તારોમાં ચકાસણી કરવામાં આવી છે.*
*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*