Gujarat

ઉત્તરાયણમાં ચોકલેટ ચીકી ફેવરિટ ઃ ભાવવધારો જાેવા મળ્યો

રાજકોટ
કોરોનાનાં કપરાં બે વર્ષ બાદ આ વર્ષે સારો વેપાર થાય એવી વેપારીઓ આશા સેવી રહ્યા છે. એક સપ્તાહથી હાડ થીજી જાય તેવી ઠંડી સાથે ચીકીના વેપારમાં પણ તડાકો પડયો છે. મકરસંક્રાંતિ નજીક આવતાંની સાથે જ સ્વાદપ્રિય રાજકોટવાસીઓ સીંગ, તલ, દારિયા સાથે અવનવી ચીકીનો સ્વાદ માણી રહ્યા છે.શિયાળો આવે એટલે આપણે સૌને ચીકી યાદ આવે. શિયાળાની ઋતુને આખા વર્ષ માટેની તંદુરસ્તી ભેગી કરવાની સીઝન માનવામાં આવે છે. કાજુ, દાળિયા, તલ, ખજૂરની બનેલી ચીકી હોય તો એનાથી વધુ સ્વાસ્થ્યપ્રદ શું હોઈ શકે ? હાલ કોરોનાકાળમાં ઇમ્યુનિટી વધારવા લોકો મથી રહ્યા છે ત્યારે રાજકોટમાં ઇમ્યુનિટી બૂસ્ટર ચીકીની બોલબાલા જાેવા મળી રહી છે, જેમાં પાન પરાગ અને ચોકલેટ ચીકી લોકોની ફેવરિટ છે. કોરોનામાં તંદુરસ્ત રહી વાર-તહેવારે ખાવાની વાનગીઓમાં પણ ઇમ્યુનિટી બૂસ્ટર વસ્તુઓનો ઉમેરો કરી આરોગ્યની કાળજી લેવામાં પણ રાજકોટવાસીઓ જરા પણ પાછળ રહેવા માગતા નથી. એવામાં ઉત્તરાયણ આવી રહી છે ત્યારે ખાવાની વાનગીઓમાં ઇમ્યુનિટી ચીકીનો ઉમેરો થયો છે. એ સિવાય હાલ બજારમાં અવનવી ચીકીઓથી દુકાનો મઘમઘતી થઈ ગઈ છે. કાજુની, ખજૂરની, તલની ચીકી તો તમે જાેઈ જ હશે. પણ આ વખતે બજારમાં બાળકો માટે ખાસ આવી છે બોર્નવિટા ચીકી, ચોકલેટ ચીકી, પાનપરાગ ચીકી, માવા ચીકી, મનમોજી ચીકી અને બીજું ઘણું બધું… નામ સાંભળીને જ મોંમાં પાણી આવી જાય અને સ્વાસ્થ્ય માટે પણ ઉત્તમ એવી ચીકી બજારમાં આવી ગઈ છે. શિયાળામાં લોકોને અને ખાસ કરીને ખાવાના શોખીનોને ટેસ્ટી-ટેસ્ટી અને સ્વાસ્થ્યવર્ધક વાનગીઓ આરોગવામાં જલસો પડી જતો હોય છે. ત્યારે ચીકી સિવાય બજારમાં ખજૂર, તલની સાની, ડ્રાયફ્રુટસ, અડદિયા, કાટલું, આદુપાક, મેથીપાક, ખજૂર પાક, ગુંદરપાક, અંજીર પાક, તલ-મમરાના લાડુ, ગોળની રેવડી, નમકીન સીંગ, સીંગદાણા પણ આવી ગયા છે. ભાવની વાત કરીએ તો ચીકીના ભાવ ૨૦૦ રૂ.કિલોથી શરૂ થાય છે. આ વર્ષે ૧૦ ટકા જેટલો ભાવવધારો ચીકીમાં જાેવા મળી રહ્યો છે, સાથે જ મહત્ત્વનું છે કે રાજકોટની ચીકીની વિદેશમાં પણ એટલી માગ હોય છે, પરંતુ કોરોનાના લીધે વિદેશમાં જતી ચીકીનું પ્રમાણ પણ ઘણું ખરું ઘટયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *