Gujarat

અમદાવાદ પોલીસ ઉત્તરાયણને લઈ કડક કાર્યવાહી કરશે

અમદાવાદ
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વને લઈ પોલીસ વિભાગ એક્શનમાં છે. ઉત્તરાયણ પર્વે ૧૧ ડીસીપી, ૨૧ એસીપી, ૬૩ પીઆઇ, ૨૦૭ ઁજીૈં અને ૪ જીઇઁ કંપની સહિત ૧૦ હજારથી વધુ પોલીસ તૈનાત રહેશે.તેમજ કોવિડ ગાઈડલાઈનનું પાલન ન કરનારા સામે પોલીસ કાર્યવાહી કરશે. પોલીસના જાહેરનામાનો ભંગ થશે કે લાઉડ સ્પીકર વગાડી ધ્વનિ પ્રદૂષણ ફેલાવવાનો પ્રયાસ થશે તોપણ પોલીસ કાર્યવાહી કરશેપ આ સાથે પતંગ પર ધાર્મિક લાગણી દુભાય તેવા લખાણ લખી શકાશે નહીંપ તેમજ ચાઈનીઝ દોરી કે ટુક્કલનો પણ ઉપયોગ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે.અમદાવાદમાં ઉત્તરાયણ પર્વને પગલે પોલીસ કમિશ્નર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ત્યારે જાે નાગરિકો દ્વારા જાહેરનામાનો ભંગ કરવામાં આવશે તો કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. તેમજ ડ્રોનથી નજર રાખવામાં આવશે. ધાબા પર જાે ભીડ એકઠી થશે તો પોલીસ દ્વારા ડ્રોનથી નજર રાખવામાં આવશે અને જાહેરનામાનો ભંગ કરાતા કાર્યવાહી પણ થશે.આ સાથે ચાઈનીઝ દોરી અને ચાઈનીઝ ટુક્કલ ઉપર પણ પ્રતિબંધ છ ચાઈનીઝ દોરીના વેચાણ અને ઉપયોગ કરતા લોકો ઝડપાયા તો પોલીસ દ્વારા કાર્યવાહી થશે.ધાર્મિક લાગણી દુભાય તેવા સ્લોગન પતંગ પર લખી શકાશે નહી. ત્યારે ૧૩ તારીખથી જ પોલીસ દ્વારા સર્વેલન્સ શરૂ કરી દેવામાં આવશે. તેમજ જે તે સોસાયટીમાં કોરોના ગાઈડ લાઇનનું પાલન કરાવવાની જવાબદારી સોસાયટીના ચેરમેન અને સેક્રેટરીની રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *