મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
શિક્ષણ કલામંદિર હાઈસ્કૂલ,ઘોઘાવાડામાં “આઝાદી કા અમૃત મહોત્સવ” ઉજવણીના ભાગરૂપે શાળાના એન એન એસ યુનિટ દ્વારા “રાષ્ટ્રીય યુવા દિન” યોજાયો.શાળાના વિદ્યાર્થીઓએ નિબંધ સ્પર્ધા,વક્તૃત્વ સ્પર્ધા અને ક્વિઝમા ઉત્સાહભેર ભાગ લીધો.જેમાં પ્રથમ ક્રમે ઓડ શિવાની ધો-11,દ્વિતીય ક્રમે સોઢા આરતી ધો-12 અને તૃતીય ક્રમે પરમાર કેતન ધો-11 આવ્યા હતા.શાળાના આચાર્યશ્રી ડી.પી.પટેલે જેના માનમાં આ ઉજવણી કરવામાં આવે છે એવા ભારતના પનોતાપુત્ર સ્વામી વિવેકાનંદના જીવન-કવનની પ્રેરક વિગતોથી વિદ્યાર્થીઓને અવગત કર્યા તથા ત્રણેય વિજેતાઓને ઈનામ આપવાની જાહેરાત કરી હતી.સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા બદલ વી.ડી.પરમાર અને જે.આર.ડાભી તથા સમસ્ત શાળા પરિવારને અભિનંદન પાઠવ્યા.