ઉતરપ્રદેશ
યુપી વિધાનસભા ચૂંટણીને લઈને શરદ પવારે કહ્યુ કે, યુપીમાં ભાજપનો ખેલ ખતમ થઈ ગયો છે, તે હવે છેલ્લી જાેડી સાથે રમી રહી છે. તેમણે વધુમાં કહ્યુ કે મ્ત્નઁ ના નેતાઓ અન્ય પાર્ટીઓમાં જાેડાઈ રહ્યા હોવાથી આ એક બદલાયેલો માહોલ છે. પવારે કહ્યુ કે, યુપી સિવાય ગોવા અને અન્ય રાજ્યોમાં પણ આવું જ થઈ રહ્યુ છે. મને ક્યારેક લાગે છે કે સત્તામાં રહેલી ભાજપ સામાન્ય માણસ વિશે વિચારે છે કે નહીં ? મહારાષ્ટ્ર કેબિનેટના મંત્રી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા નવાબ મલિકે જાહેરાત કરી હતી કે, એનસીપી યુપી વિધાનસભાની ચૂંટણી ભાજપ સામે સપાના વડા અખિલેશ યાદવના નેતૃત્વમાં લડશે. નવાબ મલિકે કહ્યું કે, યુપીમાં દરરોજ ઘણા બીજેપી નેતાઓ પાર્ટી છોડી રહ્યા છે. આ દર્શાવે છે કે યોગી સરકાર કેટલી અહંકારી હતી. મલિકે વધુમાં કહ્યું કે કેવી રીતે ભાજપ સરકારે એક ખાસ વર્ગ સાથે અન્યાય કર્યો. યુપીના લોકોને સ્પષ્ટ સંકેત મળી રહ્યા છે કે બીજેપી જઈ રહી છે, તેથી તેના નેતાઓ છોડીને અન્ય પાર્ટીઓમાં જાેડાઈ રહ્યા છે. મલિકે કહ્યું કે અખિલેશે અમને સીટ આપી છે અને કેટલીક સીટો પર ચર્ચા ચાલી રહી છે. અમે અખિલેશની સાથે છીએ અને ભાજપને હરાવવા માટે તેમનું સમર્થન કરીશું. શિવસેના યુપીમાં ચૂંટણી લડી રહી છે તેના પર નવાબ મલિકે કહ્યુ કે તેમની પાર્ટીએ સ્પષ્ટ કર્યું છે કે આપણે તે વિસ્તારમાં બિન-ભાજપ મજબૂત પાર્ટી સાથે હાથ મિલાવવો જાેઈએ. જાે શિવસેના યુપીમાં એકલા હાથે ચૂંટણી લડવા માંગે છે તો તે તેમનો પોતાનો ર્નિણય છે પરંતુ અમે સમાજવાદી પાર્ટી સાથે જવાનો ર્નિણય કર્યો છે અને અમે અખિલેશ યાદવના નેતૃત્વમાં ચૂંટણી લડીશું.રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વડા શરદ પવારે ઉતર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. શરદ પવારે કહ્યુ કે, અમારી પાર્ટી દ્વારા શાહુ મહારાજ, જ્યોતિબા ફુલે અને આંબેડકરના વિચારોને આગળ લઈ જવાના છે, તેથી ઘણા લોકો અમારી સાથે જાેડાઈ રહ્યા છે. ભાજપ પર પ્રહાર કરતા શરદ પવારે કહ્યુ કે, ભાજપ કઈક અલગ વિચાર સાથે આગળ વધી રહી છે. તેઓ સત્તામાં છે, પરંતુ તેમના વિચારો રાષ્ટ્ર માટે સારા નથી.
