Gujarat

  ઉતરાયણના પવિત્ર દિવસે જલારામ સત્સંગ મંડળ ડીસા દ્રારા પ્રેરણાદાયી ગૌસેવા દાન

  ગિરગઢડા
  ભરત ગંગદેવ
  છેલ્લા સાડા ત્રણ વર્ષથી પૂજ્ય જલારામ બાપાના ભજનોના માધ્યમથી સર્વોતમ ગૌસેવા કરતા જલારામ સત્સંગ મંડળના સેવકોએ ઉતરાયણના પરમ પવિત્ર  દિવસે જલીયાણ ગૌશાળા ડીસાની મુલાકાત લઈ ગૌદર્શન, ગૌપૂજન કરી છેલ્લા અગીયાર ગુરૂવાર દરમિયાન એકત્રિત થયેલ રૂપિયા 1,46,000(એક લાખ છેતાલીસ હજાર) ગૌસેવા દાન પેટે અર્પણ કરી રાજીપો અનુભવ્યો હતો.
  આ અવસરે જલારામ સત્સંગ મંડળ ડીસાના સર્વ ભગવાનભાઈ બંધુ,મહેશભાઈ ઉડેચા,દિનેશભાઈ ચોક્સી,આનંદભાઈ પી.ઠક્કર, નટુભાઈ લીંબાચીયા,નવીનભાઈ પ્રજાપતિ,આત્મારામભાઈ ઓઢાવાળા,તારાચંદભાઈ મજેઠીયા,સંજયભાઈ બારોટ, કનુભાઈ તૃપ્તિવાળા,દેવચંદભાઈ એન.ઠકકર, જ્યોતિબેન, શિલ્પાબેન,પૂજાબેન, ભારતીબેન,દીલીપભાઈ રતાણી,કમલેશભાઈ રાચ્છ,કલ્પેશભાઈ તેમજ જલીયાણ ગૌશાળાના ભરતભાઈ ઠકકર, આર.ડી.ઠકકર સહિત સૌ સેવકો ખાસ હાજર રહ્યા હતા.
   નાસ્તાનો ખર્ચ જલારામ સેવક જયંતિભાઈ પટેલે ભોગવ્યો હતો જ્યારે અંદાજે 60 જેટલી ગૌમાતાની ભેટ અપાયેલ મૂર્તિઓનો ખર્ચ પણ ચારેક જલારામ ભકતોએ ભોગવ્યો હતો.ગૌદર્શન, ગૌપૂજન અને ગૌસેવાના માધ્યમથી સૌએ અત્યંત આનંદ મેળવી રાજીપો વ્યક્ત કર્યો હતો.

IMG-20220115-WA0348.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *