Gujarat

સાવરકુંડલા શહેરના મહુવા રોડ પર એક ઈલેક્ટ્રીક ટી. સી રીપેરીંગની દુકાનમાં આગ લાગી.. 

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
સાવરકુંડલા શહેરમાં મહુવા રોડ પર સોમનાથ કાર કેરની બાજુમાં આવેલા એક ઈલેક્ટ્રીક ટી. સી રીપેરીંગની દુકાનમાં આજે અચાનક આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સાવરકુંડલા નગરપાલિકાનાં ફાયરફાઈટરે ઘટના સ્થળ પર પહોંચી ભારે જહેમત બાદ આગ કાબુમાં લીધી હતી. આગનું કારણ હાલ તુરંત જાણવા મળેલ નથી. સાવરકુંડલા ટાઉન પોલીસ ઘટના સ્થળ પર પહોંચી આગની ઘટનાની તપાસ કરી રહી છે.

IMG-20220116-WA0080.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *