ભારત દેશ સાંશકૃતિક પર્વ નો દેશ મનાય છે. ત્યારે
જેમાં દિવાળી. નવરાત્રી. હોળી,જેવા પરવો ધામધૂમ થી ગુજરાતી ઉજવણી કરતા હોય છે. ત્યારે શાપર-વેરાવળ માં મકરસંક્રાંતિ પર્વ ની ઉત્સાહભેર ઉજવણી કરવમાં આવેલ હતી. આ પર્વ ને વધાવવા પતંગ રસિયાઓ અગાઉ થી જ઼ ત્યારી માં લાગી જતા હોય છે જયારે આજરોજ શાપર-વેરાવળ. પડવલા. રીબ. પારડી, ગુંદાસરા. ઢોલરા. સહીત ના આજુબાજુ ગામોમાં પતંગ રસિયાઓ એ સવાર થી જ છત પર પરિવાર સહીત પહોંચી ગયા હતા.
મકરસંક્રાંતિ ના દિવસે ગૌમાતાઓ ને લીલો ચારો ખવડાવવાનું ધાર્મિક મહત્વ પણ મનાય છે.જેમાં શાપર-વેરાવળ એક ઇન્ડસ્ટ્રી જોન હોય જેથી અહીંયા બે દિવસ નું કંપનીઓ દ્વારા મિનિ માં વેકેસન જાહેર થતા શ્રમીકો માં પણ આનંદ ની લાગણી છવાય હતી.કાયપો છે ના નાદ સાથે યુવાનો ઉત્સાહ પૂર્વક પતંગ ચગાવતા જોવા મળી રહ્યા હતા.
પતંગ ઉડાડવાની મોજ માણી હતી.મમરા ના લાડુ. કાળી સેરડી. લીલા ચણા સહીત આરોગ્યi હતા.જેમાં શાપર-વેરાવળ માં સવાર માં થોડો ઠન્ડો સુસવાતા મારતો પવન ફૂંકાતા પતંગરસિયા ઓ મોટે ભાગે છત કરતા નીચે ના ખુલ્લા મેદાનો માં પતંગ ઉડાડતા જોવા મળી રહ્યા હતા.વહેલી સવાર થી યુવાનો.અને વડીલો વગેરે છત પર ઉતરાયણ પર્વ ની ઉજવણી કરાય હતી. જેમાં શહેર માં ઠેર-ઠેર દુકાનો માં આ વર્ષે ઊંધિયા નું વેચાણ પણ ધૂમ જોવા મળ્યું હતું જેમાં મન ભરીને લોકો એ મકરસંક્રાંતિ ની ઉજવણી કરી હતી.
રિપોર્ટર:-પંકજ ટીલાવત સાથે શાપર-વેરાવળ.


