Gujarat

નરેડી ગ્રામપંચાયતમાં સરપંચ – ઉપસરપંચ ની વરણી કરાઈ

વંથલી:

ગ્રામજનો દ્વારા ફૂલહાર પહેરાવી બિરદાવવામાં આવ્યા…

જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાની નરેડી ગ્રામપંચાયતમાં ગઇકાલે તાલુકા વિકાસ અધિકારી ની અધ્યક્ષતા માં સરપંચ તરીકે પ્રકાશભાઈ દુધાત્રા અને ઉપસરપંચ તરીકે ભરતભાઈ ચાવડા ની વરણી કરવામાં આવી હતી.સરપંચ અને ઉપસરપંચ ની વરણી કરવામાં આવતા ગ્રામજનો દ્વારા ફૂલહાર પહેરાવી બિરદાવવામાં આવ્યા હતા.અને વધુમાં નરેડી ગ્રામજનો ને ઉપયોગી સર્વાંગી વિકાસના કાર્યો આવનારા દિવસોમાં કરવાના નૈતિક પ્રયત્નો કરીશું તેવું સરપંચ અને ઉપસરપંચ દ્વારા જણાવવામાં આવ્યું હતુ..

અહેવાલ: હાર્દિક વાણીયા વંથલી

IMG-20220117-WA0015.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *