National

ઈરાની ધર્મગુરુનું ટ્‌વીટર એકાઉન્ટ બેન કરાયું

ઈરાન
ઈરાનના દક્ષિણપૂર્વના એક ગરીબ પરિવારમાંથી આવતા સુલેમાની ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડમાં જાેડાયા હતા. દેશની સુરક્ષા અને વિચારધારાને ચુસ્તપણે લાગુ કરવા માટે આ ગાર્ડની રચના કરવામાં આવી હતી. પડોશી ઇરાક સાથે ૧૯૮૦ અને ૧૯૮૮ના યુદ્ધો દરમિયાન રિવોલ્યુશનરી ગાર્ડે રાજકીય અને આર્થિક શક્તિ પણ મેળવી હતી. ઇરાકમાં લોહિયાળ સંઘર્ષે સુલેમાનીને આગળ વધવામાં ઘણી મદદ કરી. ૨૦ વર્ષની ઉંમરે, સુલેમાનીએ દુશ્મનો સામે ઘણા મિશન કર્યા. તે ઈરાનના દુશ્મનોને કચડી નાખવા માટે જાણીતો છે. ૧૯૯૦ ના દાયકાના અંતમાં, તેમને કુદ્‌સ ગાર્ડના વડા બનાવવામાં આવ્યા હતા. કુદ્‌સ ગાર્ડ પર લેબનોનમાં હિઝબુલ્લાહને પ્રોત્સાહન આપવાનો આરોપ હતો.ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લાહ અલી ખામેનેઈનું ટ્‌વીટર એકાઉન્ટ બૅન કરી દેવામાં આવ્યું છે. હાલમાં જ આ એકાઉન્ટ પરથી અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાનો એક એનિમેટેડ વીડિયો જાહેર કરવામાં આવ્યો હતો. ખામેનેઈસાઈટ નામનું આ ટ્‌વીટર એકાઉન્ટ ઈરાનના સર્વોચ્ચ નેતાની ઓફિસથી ઓપરેટ કરવામાં આવતું હતું. આ એકાઉન્ટથી આ પહેલા પણ ઘણીવાર ઈરાની જનરલ કાસિમ સુલેમાનીની હત્યાનો બદલો લેવાની વાત કહેવામાં આવી હતી. ટ્‌વીટરે ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લાહ અલી ખામેનેઈ સાથે જાેડાયેલા એકાઉન્ટને કાયમ માટે સસ્પેન્ડ કરી દીધું છે. ટ્‌વીટરના પ્રવક્તાએ એમ પણ કહ્યું કે અમારી નીતિઓનું ઉલ્લંઘન કરવા બદલ આ એકાઉન્ટને પ્રતિબંધિત કરવામાં આવ્યું છે. ટ્‌વીટરે આ બાબતે વધુ વિગતો આપવાનો ઇનકાર કર્યો હતો. જાે કે, તેમને ઘણી વખત જણાવ્યું છે કે એમની ટોચની પ્રાથમિકતા લોકોને સુરક્ષિત રાખવા અને પ્લેટફોર્મ પર મૈત્રીપૂર્ણ સંચારનું રક્ષણ કરવાની છે. ખામેનેઈની અધિકૃત વેબસાઇટ ‘રિવેન્જ ઇઝ ડેફિનેટ’ ટાઈટલ સાથે એક એનિમેશન વીડિયો પોસ્ટ કર્યો હતો. તેમાં ઈરાની સૈન્ય અધિકારીઓ અદ્યતન દેખરેખ અને માનવરહિત લડાયક વાહનોને એવા માણસ તરફ લઈ જતા હતા જે ટ્રમ્પની જેમ ગોલ્ફ રમતા દેખાઈ રહ્યા છે. ફૂટેજના અંતે, ેંઝ્રફ ચલાવતો વ્યક્તિ ટ્રમ્પ જેવા દેખાતા વ્યક્તિ પર કારમાંથી બંદૂક તાકતો દેખાઈ રહ્યો છે. સુલેમાની અને ઇરાકી પોપ્યુલર મોબિલાઇઝેશન ફોર્સીસના ડેપ્યુટી કમાન્ડર અબુ મહદી અલ-મુહાન્ડિસ ૩ જાન્યુઆરી ૨૦૨૦ના રોજ બગદાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર અમેરિકન ડ્રોન હુમલામાં માર્યા ગયા હતા. ત્યારબાદ અમેરિકાએ દાવો કર્યો કે જનરલ સુલેમાની અમેરિકા પર આતંકી હુમલાની યોજના બનાવી રહ્યા હતા. આ નરસંહાર પછી ઈરાને ઘણી વખત અમેરિકા સામે બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી છે. ઈરાન રિવોલ્યુશનરી ગાર્ડ્‌સના વિદેશમાં કાર્યરત એકમ કુદ્‌સ ફોર્સનો હવાલો સંભાળનાર કાસિમ સુલેમાની અમેરિકાના સૌથી મોટા દુશ્મનોમાંના એક માનવામાં આવતા હતા. અમેરિકાના કટ્ટર હરીફ ઈરાન માટે તે કેટલો મહત્વનો હતો, તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તે પશ્ચિમ એશિયામાં કોઈપણ મિશન પાર પાડતો હતો. આ જ કારણ હતું કે તે અવારનવાર ઈરાક અને અન્ય પશ્ચિમ એશિયાઈ દેશોની મુલાકાત લેતો હતો.

Irani-Leader-twitter-Account-Banned.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *