Delhi

ભારત હવે ચીન સરહદે એસ-૪૦૦ તૈનાત કરવાનું છે

નવીદિલ્હી
એસ-૪૦૦ સિસ્ટમ શક્તિશાળી રડાર છે, જેને આપણે ડિફેન્સ સિસ્ટમનું હાર્ટ કહી શકીએ છીએ. તે અલગ-અલગ દિશામાં અનેક લક્ષ્યોને શોધી શકે છે અને દુશ્મનના ફાઇટર એરક્રાફ્ટ, બોમ્બર્સ અથવા મિસાઇલો પર હુમલો કરતા પહેલા તેને બેઅસર કરી શકે છે. તે વિવિધ રેન્જવાળી મિસાઇલોનો ઉપયોગ કરીને દુશ્મન માટે ખતરો પેદા કરી શકે છે. તે એટલું અદ્યતન છે કે વાસ્તવિક નિયંત્રણ રેખા નજીકના એરપોર્ટ પરથી ઉડતા ચાઈનીઝ ફાઈટર જેટને ટ્રેક કરવું સરળ છે. જેની મદદથી ભારત કોઈપણ ખતરાનો સમયસર સામનો કરી શકે છે.ભારતે એસ-૪૦૦ મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ તૈનાત કરવાનું કામ શરૂ કરી દીધું છે. તે રશિયામાં ઉત્પાદિત સપાટીથી હવામાં પ્રહાર કરતી અદ્યતન મિસાઈલ સિસ્ટમ છે. જેનું પ્રથમ યુનિટ એપ્રિલમાં કાર્યરત થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકારે આ સમગ્ર પ્રોજેક્ટ અંગે વધુ માહિતી શેર કરી નથી. પરંતુ મામલાની જાણકારી ધરાવતા લોકોનું કહેવું છે કે ચીનના ખતરાનો સામનો કરવા માટે તમામ પાંચ યુનિટને જરૂરી વિસ્તારોમાં મુકવામાં આવશે. એસ-૪૦૦ સિસ્ટમના તમામ પાંચ એકમો આવતા વર્ષ સુધીમાં કાર્યરત થવાની અપેક્ષા છે. આ એક મિસાઈલ સિસ્ટમ છે જે ૪૦ કિમીથી ૪૦૦ કિમીની વચ્ચેના અંતરે દુશ્મનના એરક્રાફ્ટ અથવા મિસાઈલને નિશાન બનાવી શકે છે. ભારત તેને ૨૦૧૮માં રશિયા સાથે ૫ બિલિયન ડોલરની હેઠળ ખરીદી રહ્યું છે. હકીકતમાં, મે ૨૦૨૦ થી ભારત અને ચીન વચ્ચે લદ્દાખની સરહદ પર તણાવ છે. આ મામલે ૧૪ તબક્કામાં બેઠકો થઈ છે પરંતુ કોઈ ઉકેલ આવ્યો નથી. ચીને ન્છઝ્ર પાસે નગારી ગાર ગુંસા અને નયિંગચી ખાતે બે જી-૪૦૦ સિસ્ટમોની તૈયારી કરી છે, જ્યારે બાકીની ત્રણને ઈન્ડો-પેસિફિક ખતરાનો સામનો કરવા માટે તૈનાત કરવામાં આવી છે. આ દરમિયાન ભારત પર અમેરિકાના પ્રતિબંધોનો ખતરો પણ મંડરાઈ રહ્યો છે. જે કાઉન્ટરિંગ અમેરિકાઝ એડવર્સરીઝ થ્રુ સેંક્શન્સ એક્ટ હેઠળ લાદવામાં આવી શકે છે. રશિયા પાસેથી શસ્ત્રો ખરીદનારા દેશો પર અમેરિકાએ પ્રતિબંધો લગાવ્યા છે. તેણે તેના નાટો સાથી તુર્કી પર પણ પ્રતિબંધો લાદ્યા છે, કારણ કે તેણે રશિયા પાસેથી સમાન સંરક્ષણ પ્રણાલી ખરીદી હતી. પરંતુ એવું માનવામાં આવે છે કે ભારત આ પ્રતિબંધોને ટાળી શકે છે. આ સમયે અમેરિકાની સૌથી મોટી ચિંતા ચીન છે. બંને દેશોના સંબંધો ખૂબ જ ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. આવી સ્થિતિમાં ચીનના વધતા પ્રભાવને રોકવા માટે તે ભારતને પ્રતિબંધોમાંથી મુક્તિ આપી શકે છે. અમેરિકાના ઘણા સાંસદોએ આ અંગે પોતાનો અભિપ્રાય આપ્યો છે. જેમ્સ ઓ’બ્રાયન, જેમને તાજેતરમાં આ પ્રતિબંધ નીતિના સંયોજક તરીકે નામ આપવામાં આવ્યું હતું, તેણે સંકેત આપ્યો હતો કે ભારત પર પ્રતિબંધો લાદવામાં આવશે નહીં. તેમણે સંતુલન જાળવવા પર ભાર મૂક્યો હતો. સ્ટેટ ડિપાર્ટમેન્ટના કોઓર્ડિનેટર તરીકે જેમ્સ ઓ’બ્રાયનની પુષ્ટિ કરવામાં આવી છે. ઓ’બ્રાયનને પૂછવામાં આવ્યું હતું કે અમેરિકાએ તુર્કી સાથે જે કર્યું તે ભારત સંબંધમાં ચેતવણી છે કે પાઠ છે. આ અંગે તેમણે કહ્યું કે, બંને પરિસ્થિતિઓની સરખામણી કરવી મુશ્કેલ છે. તુર્કીએ નાટોનો સહયોગી હોવા છતાં આ કર્યું છે. જેમાં ભારત આવશ્યક ભાગીદાર છે. અને રશિયા સાથે તેના જૂના સંબંધો પણ છે. ભારતે અમેરિકી પ્રતિબંધો અંગે પણ સ્પષ્ટપણે કહ્યું છે કે જાે તે કોઈપણ દેશ પાસેથી હથિયાર ખરીદે છે તો તેને ર્નિણય લેવાનો અધિકાર છે.

S-400-Missile-System-India-Air-Missile-System.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *