Gujarat

સુરતમાં જ્વેલરી શોપમાં ચોરી કરવાનો પ્રયાસ કરનાર ઝડપાયો

સુરત
છેલ્લા ૫-૭ વર્ષથી સોના-ચાંદીની જ્વેલરીની વસ્તુઓના વેપાર સાથે સંકળાયેલા છીએ. ૧૬મીના રોજ એક ઈસમ મારી દુકાન પર ગ્રાહક બનીને આવ્યો હતો. દાગીના કેવી રીતે બને અને કેવા બન્ને એ બતાવો, બસ એટલે મેં તાત્કાલિક સોનાનો હાથનો પોંચો કાચના ટેબલમાંથી બહાર કાઢ્યો હતો. ઉપર નીચે કરી પોંચો જાેતા ઇસમે કોઈ મહિલાને વીડિયો કોલ કરી પોંચો બતાવી રહ્યો હતો. બસ હું એને જ જાેઈ રહ્યો હતો. જાેકે કેટલીક ક્ષણ માટે નજર ચૂકતા જ એ હાથનો પોંચો ચોરી કરી ભાગવા જતા મારી નજર પડી ગઈ હતી. મેં ચોર ચોરની બૂમો પાડી.. તેને પકડી લીધો હતો. મારી બૂમો સાંભળી લોકો પણ ભેગા થઈ ગયા હતા. ચોર હોવાની જાણ બાદ લોકોએ રોષ વ્યકત કરી ટપલી દાવ પણ કર્યો હતો. ઘટનાની જાણ બાદ પોલીસ દોડી આવતા ચોર ઈસમને પોલીસને સોંપી દેવાયો હતો. તપાસમાં તેનું નામ દિપક રાજપૂત રહે. વેડરોડ સીદ્ધેશ્વર સોસાયટીનો અને મૂળ યુપીવાસી હોવાનું સામે આવ્યું હોવાનું રાહુલભાઈએ વધુમાં ઉમેર્યું હતું.સુરતના ડભોલીની દેવી કૃપા સોસાયટીમાં એક જવેલર્સની નજર ચૂકવી હાથનો સોનાનો પોંચો લઈ ભાગતા ચોરને પકડી પાડવામાં આવ્યો હતો. એટલું જ નહિ પણ કોઈ અજાણી સ્ત્રી સાથે વીડિયો કોલિંગ કરી ગ્રાહકના સ્વાંગમાં આવેલા ચોરની નવી મોડ્‌સ ઓપરેન્ડી સીસીટીવીમાં કેદ થઈ જતા સીંગણપોર પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

Theft.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *