Gujarat

જેતપુર પાવીના ડેપ્યુવંથલી: સેંદરડા વાડી વિસ્તારમાં ડબલ મર્ડર ની ઘટના સામે આવી

લૂંટના ઇરાદે ડબલ મર્ડર કર્યાનું પ્રાથમિક અનુમાન…….
       જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના સેંદરડા ગામની સીમમાં ગઈ મોડી રાત્રે વૃદ્ધ દંપતીની હત્યા ની ઘટના બની હતી. વાડી વિસ્તારમાં રહેતા રાજાભાઈ દેવદાનભાઈ જીલડિયા અને જાંલુબેન રાજાભાઈ જીલડિયા નામના વૃદ્ધ દંપતીની હત્યા કર્યાની વાત વાયુવેગે ફેલાતા ગ્રામજનો અને ડી.વાય.એસ.પી સહિત નો પોલીસ સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પોહચ્યો હતો.લૂંટ કરવાના ઇરાદે આ ડબલ મર્ડર કર્યાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવ્યું હતું. આ ઘટનાને અંજામ આપનાર આરોપીઓ ને પકડવા પોલીસે ચક્રો ગતીમાન કર્યા છે. અને આ ઘટનાની વધુ તપાસ હાલ વંથલી પી.એસ.આઇ.એ.પી.ડોડીયા ચલાવી રહ્યા છે.
અહેવાલ: હાર્દિક વાણીયા વંથલી

Screenshot_20220118_141726.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *