Gujarat

સાવરકુંડલા હેડ પોસ્ટ ઓફિસ બહાર પોસ્ટલ બેંકીંગની સુવિધાની સમજ માટે હંગામી સ્ટોલ દ્વારા લોકોને ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક વિશે સવિસ્તર માહિતી આપી લોકો વધુમાં વધુ લાભ લે એ આશયથી તંત્રે માહિતગાર કર્યા. જોડીયે નાતા, ખોલીએ રિશ્તોં કા ખાતા.. 

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
હવે સાવરકુંડલા શહેરમા પણ ઈન્ડિયાપોસ્ટ પેમેન્ટ બેંક અંતર્ગત પેમેન્ટ સિસ્ટમ દ્વારા આપ કોઈ પણે શહેરમાંથી પૈસાની લેવડ દેવડ ઘર બેઠા કરી શકો છો આ સંદર્ભે પોસ્ટ દ્વારા આજરોજ સાવરકુંડલા શહેરમાં લોકોને આ તમામ બાબતોથી વાકેફ કરવા અને વધુમાં વધુ લોકો આ પોસ્ટ પેમેન્ટ બેંકની આ  સુવિધાનો લાભ લે તે માટે સાવરકુંડલા શહેરની હેડ પોસ્ટ ઓફિસની બહાર જ એક હંગામી સ્ટોલ દ્વારા લોકોને આ સંદર્ભે માહિતી પણ આપવામાં આવતી હતી અને સાથો સાથ રસ ધરાવતા નાગરિકોને આ સુવિધાનો લાભ તેની યોગ્ય પ્રક્રિયા દ્વારા આપવા માટે તંત્રે કમર કસી છે. પ્રથમ દ્રષ્ટિએ જ એવું લાગે છે કે હવે જાહેર બેંકીંગના નાણાંકીય વહેવારો લોકો આ પોસ્ટલ બેંકિંગ દ્વારા વધુ સરળ અને સુગમતાથી કરી શકશે. એકંદરે લાંબા ગાળે લોકો માટે મની ટ્રાન્સફર માટે હવે આંગડીયાની ઓછી જરૂર પડશે એવું લાગે છે. વળી ઘરબેઠાં નાણાંકીય વહેવાર થતાં હોય તો બેંકનો ધક્કો કોણ ખાય? એકંદરે લોકો માટે એક સારી સુવિધા ગણાય. આમ તો ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો, ખેડૂતો, વિદ્યાર્થીઓ, ગૃહિણીઓ, લઘુ વ્યવસાય ધારક શહેરમાંથી સ્થળાંતર થઈને આવેલાં નાગરિકો, જેવા અનેક નાગરિકો માટે આ સુવિધા વરદાન રૂપ સાબિત થશે એવું પણ પ્રથમ દ્રષ્ટિએ લાગે છે. એટલે જ આનું સૂત્ર જોડીયે નાતા, ખોલીએ  રિશ્તોં કા ખાતા ખરેખર સાર્થક થશે. વધુ માહિતી અને વિગત માટે પોસ્ટ ઓફિસનો સંપર્ક કરી વિસ્તૃત જાણકારી પણ મેળવી શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *