Gujarat

અમરેલીની મહિલા કોલેજમાં સદબુદ્ધિ માટે હવનનું આયોજન

અમરેલી
અમરેલી શહેરમાં કોલેજમાં સવારનો ટાઈમ હતો તે ફેરફાર કરી બપોર નો સમય કરતાં વિધાર્થીઓમાં વધુ રોષ ફેલાયો છે અને મહત્વની વાત તો એ છે પહેલી વખત એટલી મોટી સંખ્યમાં વિદ્યાર્થિનીઓ આંદોલન કરી રહી છે. ગઈકાલે કોલેજને તાળાબંધી કરાયા બાદ કોલેજ મેનેજમેન્ટ દ્વારા વિદ્યાર્થિનીઓને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ, વિદ્યાર્થિનીઓ પોતાની માગ પર અડગ રહી છે.અમરેલી શહેરમાં આવેલ માતૃ શ્રી મોંઘીબા કોલેજમાં વિદ્યાર્થીનીઓના સમયમાં ફેરફાર કરવા ૩ દિવસથી વિધાર્થિનીઓ અને કોલેજ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. કોલેજનું મેનેજમેન્ટ ખાતરીઓ આપી રહ્યું છે પણ વિદ્યાર્થિનીઓની માંગ મુજબ કોઈ ર્નિણય ન લેવાતા આંદોલન યથાવત છે. ગઈકાલે કોલેજમાં તાળાબંધી કરાયા બાદ આજે વિદ્યાર્થિનીઓ દ્વારા મેનેજમેન્ટને સદબુદ્ધિ આવે તે માટે હવન યોજી વિરોધ નોંધાવ્યો હતો. વિધાર્થીનીઓ દ્વારા કોલેજ માં હવન શરૂ કર્યો છેમોટી સંખ્યામાં વિધાર્થીઓ એકઠા થઇ આજે ફરી કોલેજ પહોંચી કોલેજના મેનેજમેન્ટને ભગવાન સદબુદ્ધિ આપે તે માટે હવન યજ્ઞ શરૂ કર્યો છે અને મેનેજમેન્ટ ને સદબુદ્ધિ મળે તે માટે પ્રાર્થના શરૂ કરાઇ છે. કોલેજના સમયના મુદ્દે વિદ્યાર્થિનીઓ મક્કમ જાેવા મળી રહી છે. કોલેજના પ્રિન્સિપાલે કહ્યું હતું કે, આવતીકાલે વિદ્યાર્થિનીઓની મેનેજમેન્ટ સાથે બેઠક યોજી પ્રશ્નનો ઉકેલ લાવી દેવાશે.

Havan-was-organized.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *