વડોદરા
બાપોદ પાણીની ટાંકી ખાતે હયાત ઉંચી ટાંકીની ડિલિવરી પાઇપલાઇનનું જાેડાણ નવા બનેલા પંપ હાઉસની ડિલિવરી લાઇન સાથે તેમજ નવીન સંપનું જૂના સંપ સાથે ઇન્ટરકનેક્શન કરવાની કામગીરી આવતીકાલે ગુરુવારે હાથ ધરવામાં આવી છે. જેથી ગુરુવારે બાપોદ પાણીની ટાંકી ખાતેથી બપોર તથા સાંજના ઝોનમાં પાણી વિતરણ કરવામાં આવશે નહીં. તેમજ કામગીરી પૂર્ણ થયા બાદ શુક્રવારે પાણી વિલંબથી અને હળવા દબાણથી કરવામાં આવશે. જેથી આ વિસ્તારના નાગરીકોને જરૂરી પાણીનો સંગ્રહ કરી જણાવ્યું છે. વડોદરા શહેરમાં બે વર્ષ પહેલા દૂષિત પાણીની સમસ્યા ઉભી થઇ હતી. જેને લઇને વારંવાર પાણી કાપ મૂકવામાં આવતો હતો. આ ઉપરાંત મેઇન્ટનન્સ અને ભંગાણને કારણે પણ અનેક વખત પાણી કાપ જાહેર કરવામાં આવે છે અને લોકો એકથી લઇને ૪ દિવસ સુધી પાણીની સમસ્યાને લઇને મુશ્કેલીમાં મૂકાઇ જાય છે. વડોદરા શહેરમાં મેઇન્ટનન્સ અને લીકેજ સહિતની કામગીરીને લઇને વારંવાર પાણી કાપ જાહેર કરવામાં આવે છે, જેને પગલે વડોદરાની પ્રજા ત્રસ્ત થઈ ચૂકી છે.પાણીની પાઇપલાઇનની કામગીરીને કારણે વડોદરાના બાપોદ વિસ્તારમાં આવતીકાલ ગુરૂવારે બપોરે તથા સાંજે કોર્પોરેશન દ્વારા પાણી વિતરણ નહીં કરવામાં આવે.
