International

હોન્ડુરાસના રાષ્ટ્રપતિના શપથ ગ્રહણમાં કમલા હેરિસ હાજરી આપશે

અમેરિકા
હેરિસ અહીં એક પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે. જેમાં આર્થિક, આંતરરાષ્ટ્રીય વિકાસ અને વૈશ્વિક બાબતોના અમેરિકન નેતાઓ સામેલ હશે. હેરિસના ડેપ્યુટી પ્રેસ સેક્રેટરી સબરીના સિંઘે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “આ મુલાકાત યુનાઇટેડ સ્ટેટ્‌સ અને હોન્ડુરાસ વચ્ચેની ભાગીદારીને વધુ ગાઢ બનાવવા અને આર્થિક વિકાસને આગળ વધારવા ભ્રષ્ટાચાર અને સ્થળાંતરના મૂળ કારણો સામે લડવા માટે સાથે મળીને કામ કરવાની તક છે.” નવેમ્બરમાં ચૂંટણી જીતનાર ડાબેરી ઉમેદવાર કાસ્ટ્રો ૨૭ જાન્યુઆરીએ શપથ લેશે. કાસ્ટ્રો એક સામાજિક કાર્યકર અને ઉદાર રાજકીય ચેતનાનું પ્રતીક છે. કાસ્ટ્રોને ચૂંટણીમાં લગભગ ૫૩% વોટ મળ્યા હતા. લગભગ અડધા મતોની ગણતરી થઈ ત્યાં સુધીમાં એવું નક્કી થઈ ગયું હતું કે કાસ્ટ્રો જીતી રહ્યા હતા. જ્યારે શાસક પક્ષના ઉમેદવાર અને આઉટગોઇંગ પ્રમુખ જુઆન ઓર્લાન્ડો હર્નાન્ડીઝ પાછળ હતા. તેમના પતિ અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જાેસ મેન્યુઅલ ઝેલાયાને ૨૦૦૯ના લશ્કરી બળવામાં સત્તા પરથી હટાવવામાં આવ્યા હતા. તેમણે નેશનલ પાર્ટીના ૧૨ વર્ષના શાસન સામે જાહેર અસંતોષના લહેરને વધુ વેગ આપ્યો હતો. જે ભૂતપૂર્વ પ્રમુખ જુઆન ઓર્લાન્ડો હર્નાન્ડીઝના બીજા કાર્યકાળ દરમિયાન ટોચ પર પહોંચ્યો હતો. જુઆન આ ચૂંટણીમાં તદ્દન અપ્રિય દેખાયા હતા. ડ્રગના કેસમાં ફસાવવાથી લઈને જુઆન સુધી ભ્રષ્ટાચારના અનેક આરોપો લાગ્યા હતા. આવા સમયે કાસ્ટ્રોની હાજરી આશાના કિરણ તરીકે જાેવા મળી રહી હતી. કાસ્ટ્રોની જીત પર માત્ર દેશમાં જ નહીં પરંતુ વિશ્વના અન્ય દેશોમાં પણ આશાની લહેર જાગી છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે જીઓમારા કાસ્ટ્રો દેશની વિદેશ નીતિઓ પર વિશેષ ધ્યાન આપશે.અમેરિકાના વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસ હોન્ડુરાસના પ્રથમ નવા ચૂંટાયેલા મહિલા રાષ્ટ્રપતિ શિયોમારા કાસ્ટ્રોના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા માટે આવતા અઠવાડિયે મધ્ય અમેરિકન દેશનો પ્રવાસ કરશે. અમેરિકી રાષ્ટ્રપતિ જાે બાઇડનને હેરિસને સાઉથવેસ્ટ બોર્ડર પર ઈમિગ્રેશન સમસ્યાનું સમાધાન શોધવાનું મોટું કામ સોંપ્યું છે. દર મહિને હોન્ડુરાસ અને અન્ય મધ્ય અમેરિકન દેશોમાંથી હજારો સ્થળાંતર કરનારાઓ વધુ સારા જીવનની શોધમાં સરહદ પાર કરે છે. અમેરિકી બોર્ડર અધિકારીઓએ ૩૦ સપ્ટેમ્બરના રોજ પૂરા થતા નાણાકીય વર્ષમાં ૧૭ લાખ કરતા વધુ વખત સ્થળાંતર કરનારાઓને અટકાવ્યા હતા. જે અગાઉના નાણાકીય વર્ષમાં તેઓએ કરેલા ૪૫૮,૦૮૮ પ્રયાસો કરતા લગભગ ચાર ગણા હતા.

Kamla-Heris-Honduran-Presidents-Oath-Taking-Ceremony.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *