Kerala

આંતર-ધર્મ દંપત્તિના બાળકો પણ પિતા પાસે ભરણપોષણના હકદાર ઃ કેરળ હાઇકોર્ટ

કેરળ
કેરળ હાઇકોર્ટે એક મહત્ત્વનો ચુકાદો સંભળાવતા કહ્યું છે કે આંતર-ધર્મ દંપત્તિના બાળકો પિતા પાસેથી ભરણપોષણ માટે હકદાર છે. પિતાની ફરજ નક્કી કરવામાં ના તો જાતિ અને ના તો ધર્મના કોઇ માપદંડ હોવા જાેઇએ. ન્યાયમૂર્તિ મુશ્તાક અને ન્યાયમૂર્તિ ડૉ.એ.કૌસર એડપ્પાગથની બેન્ચે કહ્યું કે માતા-પિતાની જાતિ અને ધર્મ અલગ હોવા છતાંય તમામ બાળકોની સાથે સરખો વ્યવહાર કરવો જાેઇએ. કોઝિકોડના મૂળ નિવાસી જેડબલ્યુ અરગથન દ્વારા એક અરજી કરવામાં આવી હતી. નેદુમનગ ફેમિલી કોર્ટ દ્વારા રજૂ કરાયેલા આદેશની વિરૂદ્ધ એક હિન્દુ અભ્યાસ હતો. ફેમિલી કોર્ટે અરાગથનને પોતાની મુસ્લિમ પત્નીની દિકરીના લગ્નના ખર્ચ માટે ૧૪.૬૭ લાખ રૂપિયા અને તેના અભ્યાસના ખર્ચ પેટે ૯૬૦૦૦ રૂપિયા અને ભરણપોષણના ૧ લાખ રૂપિયાની ચૂકવણીનો આદેશ કર્યો હતો.

High-Court-of-Kerala.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *